હોમ પેજ / રેસિપી / દાળ પાનિયા

Photo of Dal Paniya by Rani Soni at BetterButter
3077
4
0.0(0)
0

દાળ પાનિયા

Oct-28-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ પાનિયા રેસીપી વિશે

દાળ-પાનીયા મધ્યપ્રદેશ માં ખૂબ જાણીતી ડિશ છે. જે મારી દાદી બહુ બનાવતા જે સ્વાદિષ્ટ છે.મકાઈ નો લોટ બાંધી લંબગોળ આકાર આપી આંકડા ના પાન માં મૂકી શેકવા માં આવે છે દાળ-પાનીયા સાથે મેં લસણ ની લીલી અને લાલ ચટણી,છાશ,પાપડ,હલવા,સલાડ જોડે,ગરમ ઘી પિરસયું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મધ્ય પ્રદેશ
  • શેકેલું
  • ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. પાનિયા બનાવવા :
  2. 500 ગ્રામ મકાઈ નો લોટ
  3. 100 ગ્રામ દૂધ
  4. 50 ગ્રામ પાણી
  5. 50 ગ્રામ ખાંડ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. જરુર મુજબ આંકડા ના પાંદડા
  8. 2 કપ ગરમ ઘી
  9. દાળ માટે :
  10. 1/2 કપ તુવેર દાળ
  11. 2 ચમચી ચણા દાળ
  12. 2 ચમચી અડદ દાળ
  13. 1/2 ટામેટુ સમારેલ
  14. 1 કાંદા સમારેલ
  15. 1 લીલું મરચુ
  16. 3 ચમચી ઘી
  17. 2 સૂકા લાલ મરચા
  18. 1 ચમચી જીરૂ
  19. 1 ચમચી લસણ સમારેલ
  20. 1/2 ઈંચ આદુ સમારેલ
  21. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચી પાવડર
  22. 1/2 ચમચી ધાણા પાવડર
  23. 1/2 ચમચી હળદર
  24. 1/4 ચમચી ગરમ મસાલો
  25. મીઠું જરુર મુજબ
  26. 1/2 ચમચી લીંબુ નો રસ
  27. 1 ચમચી કોથમીર સમારેલ
  28. પિરસવા માટે:લસણ ની લીલી,લાલ ચટણી,છાશ,પાપડ,હલવા,સલાડ,ગરમ ઘી

સૂચનાઓ

  1. પાનિયા બનાવવા:
  2. મકાઈ ના લોટ માં ખાંડ, મીઠું સ્વાદમુજબ નાંખી દૂધ અને પાણી નાંખી સોફ્ટ કણક બાંધો
  3. કણક ને સારી રીતે મસણો
  4. હવે આંકડા ના પાંદડા ને સારી રીતે સાફ કરો
  5. કણક માંથી આંકડા ના પાન ના કદના આધારે નાના લંબગોળ આકારના બોલ બનાવી બે પાન વચ્ચે મૂકો
  6. બાટી બનાવવા ના આેવન ને અથવા તંદૂર ને ગરમ કરી બધા કાચા પાનીયા આેવન માં મૂકો
  7. મિડિયમ તાપ પર શેકો પાન બળી જવા આવે તેમ તેનો અર્થ છે કે પાનિયા તૈયાર છે
  8. પાનિયા ઉપર થી પાન દૂર કરી ગરમ ઘીમાં થોડો સમય માટે મૂકો પાનીયા તૈયાર છે
  9. દાળ બનાવવા:
  10. બધી દાળને ધોઈ લો દાળ માં મીઠું, હળદર નાખી કુકરમાં 2 સિટી લઈ રાંધો
  11. પેનમાં ઘી ગરમ કરો
  12. આદુ -લસણ સાંતળો
  13. કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો
  14. લીલું મરચુ નાંખો ટામેટા નાંખો સાંતળો
  15. લાલ મરચા પાવડર, ધાણા પાવડર, મીઠું નાંખો મિક્સ કરો
  16. બાફેલી દાળ નાખી દો 1/4 કપ પાણી નાખો
  17. લીંબૂ નો રસ નાંખો
  18. 5-6 મિનીટ ઉકાળો
  19. હવે ગરમ મસાલો નાંખો ગેસ બંધ કરો
  20. દાળ સર્વ કરતા પહેલા:
  21. પેનમાં ઘી ગરમ કરો તેમાં જીરૂ ,આખુ લાલ મરચું,લાલ મરચું નાખો વઘારને દાળ પર નાખી દો કોથમીર નાખો તો તૈયાર છે દાળ પાનિયા ની દાળ
  22. દાળ પાનિયા ને લસણ ની લીલી,લાલ ચટણી,છાશ,પાપડ,હલવા,સલાડ, ગરમ ઘી જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર