હોમ પેજ / રેસિપી / ફાફડા ગાંઠીયા

Photo of Fafda Gathiya by Mital Viramgama at BetterButter
2385
3
0.0(0)
0

ફાફડા ગાંઠીયા

Oct-28-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાફડા ગાંઠીયા રેસીપી વિશે

ફાફડા ગાંઠીયા ગુજરાતી ઓના ફેવરીટ હોય છે. ગમે ત્યા ફાફડા નું નામ લો એટલે કહે ગુજ્જુ ડીસ .મારાં દાદી સાસુની રેસીપી છે. અમારા ઘર માં બધાં ની ફેવરીટ ડીસ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 250g ચણા નો લોટ
  2. તળવા માટે તેલ
  3. 1/2 ટી સ્પૂન અજમો
  4. 1/2ટી સ્પૂન હીઞ
  5. 1/2ટી સ્પૂન ટાટા ના સોડા
  6. 1ટી સ્પૂન નીમક
  7. 1/4કપ તેલ મોણ માટે
  8. 1/2કપ થી 1કપ જેટલું પાણી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણા ના લોટ માથી અડધો કપ જેટલો લોટ સાઇડમાં કાઢી લઇ પછી તેમાં તેલ અને હીઞ અજમો નાખી મીક્સ લો.
  2. હવે અડધા કપ પાણી માં સોડા અને નીમક ઓગળી લોટ મા થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો.
  3. પહેલાં લોટ થોડો કઠણ બાંધવો. પછી થોડું થોડું પાણી નાખી લોટ ને ખુબજ મસળવો અને કોરો લોટ મીક્સ કરતો જાવો.અને મસળતા જવું લોટને.
  4. હવે એક પહોળા તળીયા વાળી કડાઇ મા તેલ મીડીયમ ગરમ કરવાનું.
  5. તૈયાર મસળેલા લોટ માથી એક પુરી જેવડું લૂવુ લઇને એક પાટલા ઉપર સ્પીડ માં ફાફડા ધસવાના. પછી એક ચાકુથી એક બાજુ થીં ફાફડા સ્પીડ માં ઉખેળવો.
  6. હવે આ ગાંઠીયા ને મીડીયમ ગરમ તેલ મા તળવા ના.
  7. આવી રીતે બધાં ગાંઠીયા બનાવી ને તળી લેવા.
  8. હવે તમારા ફાફડા ગાંઠીયા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર