હોમ પેજ / રેસિપી / ડુંગરી કરેલા નું શાક

Photo of ONIONBEETER GOURD VEGITABLE by Megha Rao at BetterButter
363
1
0.0(0)
0

ડુંગરી કરેલા નું શાક

Oct-29-2018
Megha Rao
15 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડુંગરી કરેલા નું શાક રેસીપી વિશે

આ શાક મારી દાદી પાસે થી મેં શીખી છે એમ તો મને કરેલા નથી ભાવતા પણ દાદી ના હાથે નું આ શાક મારુ એકદમ ગમતું છે કરેલા થી મારા દાદી અનેક વાનગીઓ ખુબજ સરસ બનાવતા હોઈ છે .તો બસ આજે ભી એમની શીખવાડેલી વાનગી હું રજુ કરું છું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 250ગ્રામ કરેલા
  2. 3 નંગ ડુંગરી
  3. 2 ચમચા તેલ
  4. 1 ચમચી મીઠું
  5. 1/2 ચમચી. મરચું
  6. 1ચમચી. ધાણાજીરું
  7. 1/4ચમચી. હળદર
  8. 1 1/2ચમચી. ખાંડ
  9. ચપટી હિંગ
  10. 1/2ચમચી. લીંબુ નો રસ
  11. વગાર માટે રાય જીરું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કરેલા ને ધોઈ સાફ કરી તેના છોતરા કાળી સમારી ને મીઠું અને લીંબુ હળદર નાખી મસરી ને 5 મિનીટ રહેવા દો
  2. ડુંગરી ને લાંબી સ્લાઈસ કાપી ને રાખો
  3. હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાય જીરું નો વગાર મુકો
  4. રાઈજીરું સતળાઈ જાય પછી તેમાં હિંગ નાખી કરેલા ને નીચોવી ને કડાઈ માં નાખો
  5. હવે તેમાં મીઠું નાખી ચડવા દેવું
  6. હવે તેમાં ડુંગરી નાખી થોડી વાર થવા દો
  7. હવે શાક ચડી જાય પછી તેમાં બધાં મસાલા ઉમેરો
  8. હવે ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો
  9. હવે બરાબર હલાવી તેને થોડી વાર થવા દો
  10. તૈયાર છે ગરમા ગરમ કરેલા ડુંગરી નું શાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર