હોમ પેજ / રેસિપી / તીખો ખીચડો

Photo of Spicy Khichdo by Purvi Modi at BetterButter
142
5
0.0(0)
0

તીખો ખીચડો

Oct-29-2018
Purvi Modi
35 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તીખો ખીચડો રેસીપી વિશે

આ વાનગી ખાસ કરીને મકરસંક્રાંતિ ના દિવસે અથવા ઠંડીના દિવસો માં બનાવવામાં આવે છે. ખૂબ જ ચટાકેદાર એવી આ વાનગી માં મરી મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે.જેને કઢી અને પાપડ સાથે પરોસવામા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 7

  1. ચોખા ૧ અને ૧/૨ કપ
  2. તુવેરની દાળ ૧/૩ કપ
  3. ચણાની દાળ ૩ ટેબલસ્પૂન
  4. મગની દાળ ૩ ટેબલસ્પૂન
  5. અડદની દાળ ૨ ટેબલસ્પૂન
  6. ચોળાની દાળ ( જો હોય તો) ૨ ટેબલસ્પૂન
  7. છડેલા ઘઉં ૧/૨ કપ
  8. શીંગ દાણા ૧/૪ કપ
  9. જુવાર ૨ ટેબલસ્પૂન
  10. ઘી ૧/૨ કપ
  11. તેલ ૧/૨ કપ
  12. રાઈ ૧ ટેબલસ્પૂન
  13. જીરું ૧ ટેબલસ્પૂન
  14. અજમો ૧ ટી સ્પૂન
  15. હીંગ ૧/૪ ટી સ્પૂન
  16. લવિંગ ૩
  17. તજના નાના ટુકડા ૨-૩
  18. તમાલપત્ર ૨
  19. સૂકા લાલ મરચાં ૨-૩
  20. આખી ઈલાયચી ૨-૩
  21. બાદિયા ૧
  22. કાજુ ૧૦-૧૨
  23. સૂકી દ્રાક્ષ ૮-૧૦
  24. મીઠું સ્વાદ પ્રમાણે
  25. હળદર ૧ ટી સ્પૂન
  26. લાલ મરચું પાઉડર ૪ ટેબલસ્પૂન
  27. ધાણા જીરું પાઉડર ૪ ટેબલસ્પૂન
  28. ગરમ મસાલો ૩ ટેબલસ્પૂન
  29. સૂંઠ પાઉડર ૧ ટી સ્પૂન
  30. ગંઠોડા પાઉડર ૧ ટી સ્પૂન
  31. વાટેલા મરી ૧ ટી સ્પૂન
  32. તજ પાઉડર ૧/૨ ટી સ્પૂન
  33. ખાંડ ૩ ટેબલસ્પૂન
  34. ગોળ ૨ ટેબલસ્પૂન
  35. કોપરાનું ખમણ ૩ ટેબલસ્પૂન
  36. લીલા વટાણા ૧/૨ કપ

સૂચનાઓ

  1. સામગ્રી માં દર્શાવેલ બધી જ દાળને જરૂર મુજબ પાણી માં ૪-૫ કલાક સુધી પલાળી રાખો.
  2. શીંગ દાણા, છડેલા ઘઉં અને જુવારને અલગ અલગ ગરમ પાણીમાં ૪-૫ કલાક સુધી પલાળી રાખો.
  3. ચોખાને જરૂર મુજબ પાણી માં ૩૦ મિનિટ સુધી પલાળી રાખો.
  4. હવ પલાળેલી બધીજ દાળ, શીંગ દાણા, ઘઉં અને જુવારને એક સાથે કૂકરમાં બાફી લો.
  5. ચોખાને દાણો છૂટો રહે તે રીતે રાંધી દો.
  6. હવે એક મોટી કઢાઈમાં ઘી અને તેલ ગરમ કરો.
  7. તેમાં રાઈ, જીરું અને અજમો ઉમેરો.
  8. રાઈ તતડે એટલે હીંગ ઉમેરો. તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લવિંગ, તજના ટુકડા, બાદિયા, આખી ઈલાયચી ઉમેરો.
  9. કાજુ અને દ્રાક્ષ ના ટુકડા ઉમેરીને તેને થોડીવાર સાંતળો.
  10. હવે બાફેલી દાળ, શીંગ દાણા, ઘઉં, જુવાર નુ મિશ્રણ ઉમેરો. રાંધેલા ભાત ઉમેરીને મિક્સ કરો.
  11. લીલા વટાણા ઉમેરો અને લગભગ બે ગ્લાસ જેટલું પાણી ઉમેરો.
  12. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, તજનો પાવડર, વાટેલા મરી, ખાંડ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો.
  13. મસાલા બરાબર ભળે અને મિશ્રણ ખદખદે ત્યાં સુધી રાંધો. (લગભગ ૧૦-૧૨ મિનિટ સુધી થવા દો). જરૂર પડે વધુ પાણી ઉમેરી શકો છો. મિશ્રણ ને થોડી થોડી વારે હલાવતા રહો જેથી તળિયે ચોંટી ના જાય. છેલ્લે કોપરાનું ખમણ ઉમેરીને ગેસ બંધ કરી દો. સ્વાદિષ્ટ લચકાભેર તીખો ખીચડો તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર