વેજ મોમોસ | Veg Momos Recipe in Gujarati

ના દ્વારા Shital Satapara  |  29th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Veg  Momos by Shital Satapara at BetterButter
વેજ મોમોસby Shital Satapara
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    3

    લોકો

1

0

વેજ મોમોસ વાનગીઓ

વેજ મોમોસ Ingredients to make ( Ingredients to make Veg Momos Recipe in Gujarati )

  • બે કપ મેંદો
  • એક બાઉલ છીણેલું કોબીજ
  • એક કપ દૂધ
  • એક ચમચી મરી નો ભૂકો
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ ને લીલા મરચા ચટણી માટે
  • કોથમીર ચટણી માટે

How to make વેજ મોમોસ

  1. એક નાની કોબીજ ને ઝીણી છીણી લો.
  2. છીણેલું કોબીજ એક બાઉલ મા લો.
  3. તેમાં અડધી ચમચી મીઠુ ઉમેરો અને હલાવો.
  4. પછી કોબીજ ને મુઠી મા લઇ નીચવી લો જેથી વધારા નું પાણી નીકળી જાય.
  5. પછી તેમાં મરી નો ભૂકો ઉમેરો.
  6. હવે લોટ બાંધવા માટે એક વાસણ મા બે કપ મેંદો લો અન તેમાં એક ચમચી બટર ઉમેરો અને તેનો દૂધ થી લોટ બાંધો.
  7. લોટ ને સરખો મસળી લો.
  8. હવે લોટ માંથી નાનો લુવો લઇ તેની પુરી વણો.
  9. તેમાં કોબીજ નું મિશ્રણ ભરો.
  10. હવે તેને કચોરી જેવો શેપ આપી મોમોસ તૈયાર કરો.
  11. હવે આ મોમોસ ને વરાળે બાફો અને બાફવા માટે વાસ ની ટોપલી મા બાફો.
  12. અડધી કલાક સુધી વરાળે ચડવા દો.
  13. વરાળે બફાઈ ગયા પછી લાલ અને લીલા મરચા ની કોથમીર વાળી ચટણી સાથે ગરમાગરમ પીરસો.
  14. તો તૈયાર છે એક દાદીમા નાનીમા ના હાથે બની હોય તેવી રેસિપી વેજ મોમોસ.

My Tip:

આ રેસિપી મા ગાજર છીણેલું અને બીજા કોઈ મનગમતા શાકભાજી ઉમેરી શકો છો

Reviews for Veg Momos Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો