હોમ પેજ / રેસિપી / રવાનો શીરો

Photo of Suji Halwa by Kalpana Parmar at BetterButter
728
2
0.0(0)
0

રવાનો શીરો

Oct-29-2018
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
11 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવાનો શીરો રેસીપી વિશે

રવાનો શીરો એ રવો કે સોજી થી બનતી એક મીઠાઈ છે. જૂની ને જાણીતી અને ઘર ઘર માં બનતી મીઠાઈ છે કંઈપણ મીઠું ખાવાનું મન થાય તો શિરો યાદ આવે અને તેને સત્ય નારાયણની પૂજામાં પ્રસાદ તરીકે ચઢાવાય છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ રવો
  2. 1કપ  ખાંડ
  3. 2 & 1/2 કપ દૂધ
  4. 4 ટે.સ્પૂન  ઘી
  5. કેશરના તાંતણાં
  6. 1 ટે.સ્પૂન એલચી પાઉડર
  7. 3 મોટી ચમચી બદામ, પિસ્તા, કાજુ  ઝીણાં સમારી લેવા
  8. 1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ

સૂચનાઓ

  1. એક નાની પ્યાલી કે વાટકામાં થોડું દૂધ નવશેકું ગરમ કરી તેમાં કેશરને પલાળી અને તે  અલગ રાખો.
  2. એક કડાઈમાં ઘી મૂકી અને તેને મધ્યમ તાપે ગરમ કરવા મૂકવું. ઘી પીગળી જાય એટલે તેમાં કાજુ બદામ ને શેકી લેવા કાઢી ને સાઈડ માં મુકો.
  3. ઘી માં રવો ઉમેરવો અને તેને મધ્યમ તાપે ચમચાની મદદથી સતત  હલાવતાં જઓ તેનો કલર ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
  4. ત્યારબાદ ખાંડ  ઉંમેરો અને મિક્સ કરો.
  5. ગરમ  દૂધ તેમાં ઉમેરી અને મિક્સ કરવું.
  6. ચમચાની મદદ વડે રવો અને દૂધ સતત મિક્સ કરવા અને દૂધ  મિક્સ થઇ જતાં ઘી  સાઈડની કિનારી પર અલગથી છૂટું  પડી  દેખાવા લાગશે.
  7. કેશર, કાજુ, બદામ, પીસ્તા તેમજ એલચીનો પાઉડર ઉમેરો અને તેને મિક્સ કરો.
  8. કાજુ બદામ અને કેસર થી ગાર્નીસ કરી સર્વ કરો ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર