હોમ પેજ / રેસિપી / મગ ચણા ની દાલ ની ઢોકલી

Photo of MAG CHANA NI DAL NI DHOKLI by Asha Shah at BetterButter
989
2
0.0(0)
0

મગ ચણા ની દાલ ની ઢોકલી

Oct-29-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ચણા ની દાલ ની ઢોકલી રેસીપી વિશે

આ વાનગી આમ તો સાદી લાગે પણ સ્વાદ મા ચટાકેદાર હોય છે. બા બનાવતા તો શીખેલી છે. તો પણ એમના હાથ નો સ્વાદ જ અલગ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • રાજસ્થાન
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1. 1 વાડકી લીલી મગ ની દાલ
  2. 2. 1/2 વાડકી ચણા ની દાલ
  3. 3. 1 ડાંડી મીઠો લીમડો
  4. 4. 7 કડી લસણ ફોલેલુ,
  5. 5. 2 લીલા મરચા
  6. 6. 1 નાનો ટુકડો આદુ
  7. 7. 1/2 ચમચી જીરુ
  8. 8. 1 ચમચી લાલ મરચુ
  9. 9. 1/2 ચમચી હલદર
  10. 10.1 ચમચી ધાણા જીરુ પાવડર
  11. 11. 1 ચમચી ગરમ મસાલો ( ઓપ્શનલ)
  12. 12. 3 ચમચી ઘી
  13. 13. તેલ 2 ચમચી
  14. ઢોકલી માટે
  15. 1. 1 વાડકો ઘઉં નો લોટ
  16. 2. મોવણ માટે તેલ
  17. 3. 1/4 જીરુ
  18. 4. 1/2 ચમચી હલદર
  19. 5. 1/2 ચમચી લાલ મરચું
  20. 6. 1/2 ચમચી ધાણા જીરુ પાવડર
  21. જરુર મુજબ પાણી
  22. સવીંગ માટે
  23. કોથમીર ઝીણું સમારેલુ
  24. લીંબુ ની સ્લાઇસ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા ઘઉંનો લોટ લઇ તેમાં લાલ મરચું,હલદર,મીઠું,ધાણાજીરુ,જીરુ ,તેલ નાખી થોડો કઠણ જેવો લોટ બાંધી ઢાંકી સાઇડ મા મૂકો.
  2. 2.એક બાઉલ મા મગની ચણા ની દાલ ભેગી કરી બે પાણી મા ધોઇ લો.
  3. 3. ગેસ ચાલુ કરી તેના પર કુકર મુકો.
  4. 4. કુકર મા તેલ મુકી તેલ આવે એટલે જીરૂ મુકી ,લસણ આદુ,મરચા કટર મા ક્શ કરી નાખવા .મીઠો લીમડો નાખો.
  5. 5. ધોયેલી દાલ મા લાલ મરચું,મીઠુ,હલદર,ધાણાજીરુ પાવડર ,ગરમ મસાલો નાખી કુકર મા મુકી પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 1 સીટી વગાડી ગેસ બંધ કરો .
  6. 6 . સીટી આવી ને કુકર ઠડું થાય ત્યાં સુધી લોટ લઇ હાથ થી સરખો કરી થોડો લુઓ લઇ પતલો અને લાબોં વેલ કરો.
  7. 7.થોડુ થોડુ હાથ મા લઇ લઇ ગોડ કરી વચ્ચે થી દબાવી નાની વાડકી જેવો આકાર કરવા નો .
  8. ફોટા મા બતાવ્યા મુજબ
  9. 10 . આવી રીતના જોઇતી બધી ઢોકલી કરી લો.
  10. 11. કુકર ખોલી ગેસ ચાલુ કરી કુકર મા 2 ગલાસ પાણી રેડી ઉકાડો આવે એટલે ઢોકલી નાખી ઢાંકણ બંધ કરી 3 સીટી આવે એટલે ગેસ બંધ કરી લો .
  11. 12 . લોટ વધ્યો હોય તો ભાખરી કરી લેવી .
  12. 13 . કુકર ઠડું થાય એટલે બાઉલ મા કાઢી ઘી ઉપર રેડો. કોથમીર નાખો .
  13. 14 .ડુંગરી સ્લાઇસ કરી મુકી ડુંગરી ની સ્લાઇસ ,અડધું લીંબુ,એક ભાખરી મુકી ગરમ સવૅ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર