મોહનથાલ | Mohanthal Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  29th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mohanthal by Mital Viramgama at BetterButter
મોહનથાલby Mital Viramgama
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    10

    લોકો

3

0

મોહનથાલ વાનગીઓ

મોહનથાલ Ingredients to make ( Ingredients to make Mohanthal Recipe in Gujarati )

  • 500 ગ્રામ ચણાનો કરકરો લોટ
  • 300 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • 400 ગ્રામ ધી
  • 10 તાંતણા કેસર ના
  • 1/2 ટી સ્પૂન એલાયચી પાવડર
  • 1/2 ટી સ્પૂન જાયફળ પાવડર
  • 1ટી સ્પૂન ખસખસ
  • 1ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી
  • 1/2કપ કપ દૂધ

How to make મોહનથાલ

  1. સૌથી પહેલાં દૂધ મા 1/2કપ ધી નાખી સરખાઇ થી ગરમ કરી ચણા ના લોટ મા નાખી મીક્સ કરી લો ધાબો દઇને પાંચ થીં દસ મીનીટ રાખી દેવાનુ
  2. પછી જાડી ચારણી થીં લોટ ને ચાળી લેવાનો.
  3. ખાંડ મા ખાંડ ડુબે એટલું પાણી નાખી અને કેસર નાખી બે તારની ની ચાસણી બનાવી લો.ચાસણી સાઇડમાં રાખી દો.
  4. હવે એક કડાઇ મા ઘી નાખી અંદર લોટ નાખી ધીમા તાપે લોટ ને સેકવો.
  5. હવે લોટ બરાબર શેકાઈ જાય એટલે અંદર માવો નાખી ને મીકસ કરી સ્ટવ બંધ કરીને કડાઇ નીચે ઉતારી લો
  6. હવે થોડું ઠંડુ થાય એટલે અંદર ઈલાયચી પાવડર જાયફળ પાવડર નાખી મીક્સ કરી લો .
  7. ચાસણી અને લોટ બન્ને થોડા થોડા ગરમ હોય ત્યારે મીક્સ કરી લો .
  8. પછી એક ધી લગાવેલી ટ્રે મા ઢાળી દઇને ઉપરથી ખસખસ બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની.
  9. પછી મોહનથાળને ચાર થી પાંચેક કલાક જામવા માટે રહેવા દેવું.
  10. પછી પીસ કરી લો

Reviews for Mohanthal Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ