હોમ પેજ / રેસિપી / મોહનથાલ

Photo of Mohanthal by Mital Viramgama at BetterButter
1890
5
0.0(0)
0

મોહનથાલ

Oct-29-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાલ રેસીપી વિશે

મોહનથાળ એક પારંપરિક વાનગી છે.ગુજરાતી ની સૌથી લોકપ્રિય મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • ડેઝર્ટ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. 300 ગ્રામ ખાંડ
  3. 50 ગ્રામ માવો
  4. 400 ગ્રામ ધી
  5. 10 તાંતણા કેસર ના
  6. 1/2 ટી સ્પૂન એલાયચી પાવડર
  7. 1/2 ટી સ્પૂન જાયફળ પાવડર
  8. 1ટી સ્પૂન ખસખસ
  9. 1ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી
  10. 1/2કપ કપ દૂધ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દૂધ મા 1/2કપ ધી નાખી સરખાઇ થી ગરમ કરી ચણા ના લોટ મા નાખી મીક્સ કરી લો ધાબો દઇને પાંચ થીં દસ મીનીટ રાખી દેવાનુ
  2. પછી જાડી ચારણી થીં લોટ ને ચાળી લેવાનો.
  3. ખાંડ મા ખાંડ ડુબે એટલું પાણી નાખી અને કેસર નાખી બે તારની ની ચાસણી બનાવી લો.ચાસણી સાઇડમાં રાખી દો.
  4. હવે એક કડાઇ મા ઘી નાખી અંદર લોટ નાખી ધીમા તાપે લોટ ને સેકવો.
  5. હવે લોટ બરાબર શેકાઈ જાય એટલે અંદર માવો નાખી ને મીકસ કરી સ્ટવ બંધ કરીને કડાઇ નીચે ઉતારી લો
  6. હવે થોડું ઠંડુ થાય એટલે અંદર ઈલાયચી પાવડર જાયફળ પાવડર નાખી મીક્સ કરી લો .
  7. ચાસણી અને લોટ બન્ને થોડા થોડા ગરમ હોય ત્યારે મીક્સ કરી લો .
  8. પછી એક ધી લગાવેલી ટ્રે મા ઢાળી દઇને ઉપરથી ખસખસ બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની.
  9. પછી મોહનથાળને ચાર થી પાંચેક કલાક જામવા માટે રહેવા દેવું.
  10. પછી પીસ કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર