હોમ પેજ / રેસિપી / કેળાં નું શાક

Photo of Banana Curry by Mital Viramgama at BetterButter
0
1
0(0)
0

કેળાં નું શાક

Oct-29-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળાં નું શાક રેસીપી વિશે

આ શાક એક નવું શાક છે.મારાં દાદી સાસુની રેસીપી છે. સ્વાદ મા ખુબજ સરસ અને બનાવા મા સિમ્પલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 નંગ કાચા પણ નહીં અને વધારે પાકાં પણ નહીં એવાં કેળાં
  2. 2 મોટી સાઇઝના ટમેટા ને ખમણીલો
  3. તલ અને વરીયાળી એક ટી સપૂન
  4. 2ટેબલ સ્પૂન તેલ
  5. રાઇ જીરૂ હીઞવધાર માટે
  6. સેકેલો મગફળી નો ભૂકો એક સ્પૂન
  7. 1ટેબલ સ્પૂન સેકેલો ચણાનો લોટ
  8. 1ટી સ્પૂન કોપરૂ સુકૂ અથવા લીલું
  9. લસણ આદુ ની પેસ્ટ એક સ્પૂન
  10. એક ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  11. 1/4સ્પૂન હળદર
  12. એક સ્પૂન લાલ મરચું
  13. 1ટી સ્પૂન ધાણા જીરૂ
  14. નીમક

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કેળાં ને છાલ કાઢીને મોટો પીસ મા સમારીલો
  2. હવે તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી સાંતળવું .
  3. હવે ખમણેલું ટમેટુ નાખી હળદર નીમક લાલ મરચું ઘાણા જીરૂ,તલ અને વરીયાળી નાખી મીક્સ કરી લો
  4. હવે ટમેટુ બરાબર ચડી જાય એટલે કેળાં નાખી મીક્સ કરી લો પછી થોડું પાણી નાખી હલાવીને મીક્સ કરી લો
  5. હવે ઢાંકી ને બે મીનીટ કુક કરવાનું
  6. કેળાં ને વધારે ચડવા દેવાના નથી
  7. પછી ઉપર ચણાનો લોટ સેકેલો મગફળી નો ભૂકો અને લીલું નાળિયેર ખમણેલું નાખી મીક્સ કરી લો .
  8. ફાસ્ટ ગેસ ઉપર એક મીનીટ મીક્સ કરી લીલાધાણા ભાજી નાખી દો.
  9. હવે તમારૂં કેળાં નું શાક તૈયાર છે આ શાક રોટલી અને પરોઠા સાથે સારું લાગે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર