હોમ પેજ / રેસિપી / ચૂરમાં ના લાડુ

Photo of Churma Laddoo by Anjali Kataria at BetterButter
920
4
0.0(0)
0

ચૂરમાં ના લાડુ

Oct-30-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૂરમાં ના લાડુ રેસીપી વિશે

ચૂરમાં ના લાડુ ખાસ કરી ને ગણેશ ચોથ માં બનાવવા માં આવે છે. મારા દાદી સાસુ ના હાથ ના ચૂરમાં ના લાડુ મને ખૂબ જ ભાવે છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે. જે તમે ખૂબ જ ઓછા સમયમાં પણ બનાવી શકો છો. મને જ્યારે પણ ગળ્યું ખાવા નું મન થાય ત્યારે હું આ રીતે સાદા ચૂરમાં ના લાડુ બનાવું છું.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ ભાખરી નો લોટ
  2. ૧ મોટી ચમચી તેલ
  3. ૧.૫ કપ ઘી
  4. ૧ કપ ગોળ
  5. લોટ બાંધવા માટે હુંફાળું પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કાથરોટ લો.
  2. તેમાં ભાખરી નો લોટ નાખો.
  3. તેલ પણ નાખો.
  4. હવે જરૂર મુજબ ગરમ પાણી નાખી ને કઠણ ભાખરી નો લોટ બાંધી લો.
  5. હવે તાવડી ને ગેસ પર તપવા મુકો.
  6. લોટ માંથી ૨-૩ ભાખરી બનાવી લો.
  7. તેને તાવડી પર શેકી લો.
  8. હવે લાડવા ની જારી માં ભાખરી ને ખમણી લો.
  9. તમે ચાહો તો મિક્સર મા પણ ક્રશ કરી શકો છો.
  10. આ રીતે બધી ભાખરી ને ખમણી લો.
  11. હવે આ ચૂર્માં ને કથારોટ માં નાખો.
  12. હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
  13. ઘી ઓગળે એટલે તેમાં ગોળ નાખો.
  14. ચમચા વડે હલાવો.
  15. ગેસ નો તાપ ધીમો રાખો.
  16. ગોળ ઓગળે અને સહેજ ગોળ નો કલર ફરે એટલે ગેસ બંધ કરી દો.
  17. ધ્યાન રાખો ગોળ માં ફૂલ ન આવે.
  18. હવે આ ઘી ગોળ ના મિશ્રણ ને કથરોટ માં નાખો.
  19. ચુરમા અને ઘી ગોળ ના મિશ્રણ ને ચમચા વડે મિક્સ કરી લો.
  20. ગરમ ગરમ હોય ત્યારે જ લાડવા વાળી લો.
  21. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર