Photo of Magas by Anjali Kataria at BetterButter
628
4
0.0(0)
0

મગસ

Oct-30-2018
Anjali Kataria
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગસ રેસીપી વિશે

મગસ ચણા ના લોટ માંથી બનતી એક વાનગી છે. તે ઉપરાંત તેમાં ઘી અને ખાંડ ની સારી એવી માત્રામાં હોય છે. મગજ માં સામાન્ય ચણા ના લોટ ની જગ્યા એ કરકરો લોટ ઉપયોગ મા લેવા માં આવે છે. તમે આ રેસિપી માં તૈયાર મગસ ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો. મારા દાદી ઘંટલે દળેલા ચણા ના લોટ નો ઉપયોગ કરતા. પરંતું હું અહીંયા તૈયાર લોટ નો ઉપયોગ કરું છું. આ તહેવાર માં બનાવી શકાય તેવી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧/૩ કપ દેશી ઘી
  2. ૧ કપ કરકરો ચણા નો લોટ/ મગસ નો તૈયાર લોટ
  3. ૧/૨ કપ ખાંડ નું બૂરુ
  4. ૧/૪ નાની ચમચી એલચી પાઉડર
  5. ચપટી જાયફળ
  6. બદામ સજાવવા માટે

સૂચનાઓ

  1. એક કડાઈ લો.
  2. તેમાં ઘી ગરમ કરવા મૂકો.
  3. ગેસ નો તાપ મીડિયમ રાખો.
  4. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરો.
  5. લોટ ને ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી શેકો.
  6. ૪-૫ મિનિટ સુધી શેકતા લોટ માંથી ઘી ઘી બહાર નીકળતું દેખાશે.
  7. ત્યારે ગેસ બંધ કરી દો.
  8. હવે તેમાં ખાંડ નું બૂરુ ઉમેરી ને બરાબર મિક્સ કરી દો.
  9. એલચી પાઉડર અને જાયફળ પણ ઉમેરો.
  10. ફરી થી બરાબર મિક્સ કરો.
  11. મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે તેના લાડવા બનાવી લો.
  12. બદામ વડે શણગારો.
  13. ૧-૨ કલાક ઠંડા પડવા દો.
  14. ત્યાર બાદ તમે ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
  15. મગસ ના લાડુ પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર