હોમ પેજ / રેસિપી / ચૂરમાં હાર્ટસ

Photo of CHURMA HEARTS by Krupa Shah at BetterButter
302
2
0.0(0)
0

ચૂરમાં હાર્ટસ

Oct-30-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૂરમાં હાર્ટસ રેસીપી વિશે

મારા દાદી અને નાની બેવ ચૂરમાં ના લડવા એકદમ સરસ બનાવતા અને એકદમ હેલ્થી પણ. કારણકે તેઓ ચૂરમાં ના લડવા તવા ઉપર ભાખરી શેકી ને પછી બનાવતા હતાં. અહીંયા મૈં આપણા બધા નાં મનગમતાં ચુરમાં ના લડવા ને ચોકલટે ના મોઉલ્ડ માં હાર્ટ ના આકાર માં સેટ કરીને પીરસિયા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 4 કપ ઘઉં નો કકરો લોટ
  2. 2 ચમચા ચણા નો લોટ
  3. 3 ચમચા ઝીણો રવો
  4. 2 કપ થી થોડો વધારે કોહલપુરી ગોળ
  5. 1 & 1/2 કપ ઘી (જરૂર પડે તો થોડું વધારે લેવું)
  6. 1 & 1/2 કપ હુંફાળું દૂધ
  7. 4 ચમચા ડ્રાય ફ્રુટ પાવડર
  8. 1 ચમચો ઇલાયચી ને જાયફળ નો પાવડર

સૂચનાઓ

  1. બધા લોટ એક મોટી થાળી માં લઇ લો.
  2. એમાં 2 ચમચા ઘી ઉમેરી દૂધ સાથે ભાખરી જેવી કણક બાંધી લો.
  3. કણક ના ચાર ભાગ કરી એક પછી એક જાડી ભખારીઓ વણી લો.
  4. વેલણ ની કિનાર થી થોડા ખાડા કરી લો જેથી શેકતી વખતે ભાખરી ફૂલે નહીં.
  5. તવા પર બેવ બાજુ ધીમાં તાપે બરાબર શેકી લો ભખારીઓ.
  6. ભખારીઓ ઠંડી થઈ જાય પછી ટુકડા કરી મિક્સચર માં દરદરુ પીસી લો.
  7. હવે ગેસ પર ઘી ગરમ કરો અને એમાં ગોળ ઉમેરી દો.
  8. સરસ પાઇ બનાવી લો ઘી અને ગોળ ની.
  9. પીસેલી શેકેલી ભાખરી માં ઘી ગોળ ની પાઇ ઉમેરી લો અને બરાબર મિક્ષ કરો.
  10. એમાં ડ્રાય ફ્રુટ પાવડર અને ઇલાયચી-જાયફળ પાવડર ઉમેરી દો
  11. બધું બરાબર મિક્ષ કરી લો.
  12. હવે આ મિશ્રણ ના લડવા બનાવાય પણ મૈં અને ચોકલટે મોઉલ્ડ માં ભરી ને સેટ કરિયા છે.
  13. સેટ થઈ જાય પછી મોઉલ્ડ માંથી કાઢી લો અને પીરસો!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર