હોમ પેજ / રેસિપી / મેથી ના ગોટા

Photo of Methi Bhajiya by Anjali Kataria at BetterButter
1966
5
0.0(0)
0

મેથી ના ગોટા

Oct-30-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના ગોટા રેસીપી વિશે

મેથી ના ગોટા એક ગુજરાતી ફરસાણ છે. સૌરાષ્ટ્ર ના ગામ એ ગામ માં ભજીયા ઘરે ઘરે જોવા મળે તેમજ બજાર માં ભજીયા ની લારી તો ખરી જ. મારા સાસુ રૂ જેવા પોચા ભજીયાં બનાવે. મે ભજીયા મારા સાસુ પાસે થી જ શીખ્યા છે. સરસ તેમજ ફટાફટ બની જાય તેવા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ બારીક સમારેલી મેથી
  2. ૨.૫ કપ ચણા નો લોટ
  3. ૧/૨ કપ બારીક સમારેલી ડુંગળી
  4. ૧/૪ કપ બારીક સમારેલા મરચાં
  5. ચપટી હિંગ
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. ૧ નાની ચમચી લસણ ની પેસ્ટ
  8. ૧ લીંબુ
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. ૧/૪ નાની ચમચી સાજી ના ફૂલ અથવા ખાવા નો સોડા
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.
  2. હવે એક બાઉલ લો.
  3. તેમાં ચણા નો લોટ ઉમેરો.
  4. સ્વાદ અનુસાર મીઠું, લસણની પેસ્ટ, ડુંગળી અને મરચાં નાખો.
  5. થોડું પાણી ઉમેરી ને ભજીયા નો ડોયો બનાવી લો.
  6. હવે મેથી ને પાણી વડે સાફ કરી ને ચણા ના ડોયા માં ઉમેરો.
  7. બરાબર મિક્સ કરી લો.
  8. મેથી ના ભજીયાં નો ડોયો પ્રમાણ માં બહુ ઘટ અને બહુ ઢીલો નહિ તેવો હોવો જોઇએ.
  9. હવે તળવા સમયે તેમાં સાજી નાં ફૂલ ઉમેરો અને લીંબુ નાખી બરાબર મિક્સ કરી લો.
  10. તેલ આવી ગયું છે કે નહિ તે ચકસી લો.
  11. તેલ આવી જાય એટલે હાથ ની મદદ થી તેલ મા ભજીયા પાડી લો.
  12. થોડા સમય માં ભજીયા ફૂલી જશે.
  13. ભજીયા ને બંને બાજુ તળી લો.
  14. ખૂબ લાલ થાય ત્યાં સુધી ન તળવા.
  15. હલકો કલર પકડે ત્યાં સુધી તળો.
  16. તેલ માંથી ભજીયા નિતારી લો.
  17. આ પ્રકારે બધા ભજીયા તળી લો.
  18. ગરમા ગરમ આંબલી ની ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર