હોમ પેજ / રેસિપી / ગુંદર પાક (વિન્ટર સ્પેશિયલ)

Photo of Gundar pak ( winter special) by Leena Sangoi at BetterButter
3861
2
0.0(0)
0

ગુંદર પાક (વિન્ટર સ્પેશિયલ)

Oct-30-2018
Leena Sangoi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદર પાક (વિન્ટર સ્પેશિયલ) રેસીપી વિશે

આ રેસીપી શિયાળુ ખાસ રેસીપી છે. ખાદ્ય ગમને વોર્મિંગ ફૂડ માનવામાં આવે છે અને શિયાળા દરમિયાન શ્રેષ્ઠ રીતે લેવામાં આવે છે, તે ખાસ કરીને અત્યંત ઠંડા સ્થળોએ રહેતા લોકો માટે ઉપયોગી છે. તે નબળાઈ અને પુરુષ પ્રજનન સમસ્યાઓના સંદર્ભમાં જાણીતી છે. ગર્ભાવસ્થા પછી મહિલાઓ માટે ખાદ્ય ગમ પણ ખૂબ ઉપયોગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૨૫૦ ગ્રામ ગુંદર
  2. ૧ વાટકી ઘઉ નો લોટ
  3. ૫૦૦ ગ્રામ ઘી
  4. ૧૦૦ ગ્રામ સૂકું કોપરું
  5. ૫૦૦ ગ્રામ દળેલી સાકર
  6. ૫૦ ગ્રામ બદામ
  7. ૫૦ ગ્રામ પિસ્તા
  8. ૫૦ ગ્રામ ચારોળી
  9. ૨૫ ગ્રામ ખસખસ
  10. ૨૫ ગ્રામ સૂઠ
  11. દરેક વસ્તુ ૧૦ ગ્રામ (ગંઠોડા, ધોળી મૂસળી,એલચી,કાળી મૂસળી,ગોખરુ, શતાવરી, નાગકેસર,આસન,પીપર)

સૂચનાઓ

  1. ગુંદર ને ઘી માં ફુલાવી, ખાન્ડી ભૂકો કરવો.
  2. ઘઉ ના લોટ ને ઘી માં બદામી રંગ નો શેકવો.
  3. કોપરા ને છીણી, શેકી લેવું.
  4. પછી બધું ભેગું કરી દળેલી સાકર, બદામ, પિસ્તા, ચારોળી નો ભૂકો, શેકેલી ખસખસ,સૂઠ પાવડર,એલચીનો ભૂકો અને બધું વસાણું બારીક ખાન્ડી, ચાળી ને નાખવું.
  5. ઘી ને ગરમ કરી નાખી, બરાબર હલાવી, થાળીમાં ઘી લગાડી,ગુંદર પાક ઠારી દેવો.
  6. ઉપર થોડી બદામ ની કાતરી અને ચારોળી ભભરાવી દેવા.
  7. પૌષ્ટિક ગુંદર પાક તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર