Photo of Sweet Bundi by Mital Viramgama at BetterButter
632
1
0.0(0)
0

બુંદી

Oct-30-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બુંદી રેસીપી વિશે

આ એક પારંપરિક વાનગી છે.એક દેશી મીઠાઈ છે પણ સ્વાદ બેસ્ટ હોય છેં. મારાં દાદીમા એમને ગરમાગરમ બુંદી બનાવી આપતાં. હજું એનો સ્વાદ જીભમાથી ગયો નથી.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 250g ચણા નો લોટ
  2. 400g ખાંડ
  3. તળવા માટે ધી અથવા તેલ
  4. 1/2ટેબલ સ્પૂન એલાયચી પાવડર
  5. 2ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી
  6. 1/4કપ ધી
  7. થોડો ઓરેંજ કલર
  8. કેસર ના તાંતણા થોડા

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ખાંડ મા પાણી નાખી અને કેસર નાખી તેની એક તારની ની ચાસણી બનાવી લો.
  2. હવે ચણાના લોટમાં પાણી નાખી અને થોડો ઓરેંજ કલર નાખી ખીરું બનાવી લો.
  3. હવે તેલ ગરમ કરવા મુકી દો.તમારે ઘી વાપરવું હોય તો ઘી મા પણ બુંદી બનાવી શકાય. તેલ અને ઘી અડધા અડધા પણ લઈ શકાય.
  4. ખીરા મા એક સ્પૂન ગરમ ઘી નું મોણ નાખવાનું. બુંદી નું ખીરું વધારે પાતળું પણ ન હોવુ જોઈએ. અને ધાટુ પણ ન હોવુ જોઈએ
  5. ઘી નુ મોણ નાખી મીક્સ કરીલો.
  6. તેલ મીડીયમ ગરમ થાય એટલે બુંદી નો જારો ઉપર પકડી બે ચમચા જેટલું ખીરું ઉપર નાખવાનું. બુંદી ઓટોમેટિક તેલ માં પડવા લાગશે.
  7. જારો ઉંચો પકડવાથી બુંદી ગોળ બનશે સરસ.
  8. હવે બુંદી ને તળી ને ચાસણી મા નાંખવાની. ચાસણી ઠંડી પણ નહીં અને ગરમ પણ નહીં એવી હોવી જોઈએ.
  9. બીજો ઘાણવો બુંદી નો કરો ત્યા સુધી પેલી બુંદી ચાસણી મા રાખવાની.
  10. બીજી બુંદી તળાય ત્યા સુધી મા પેલી બુંદી ચાસણી માંથી કાઢી લેવા ની.
  11. હવે ચાસણી માથી કાઢેલી બુંદી ઉપર થોડો એલાયચી પાવડર નાખી બદામ પીસ્તા ની કતરી નાખી એક ચમચી જેટલું ઘી નાખી મીક્સ કરી લો
  12. આવી રીતે એક એક ઘાણવો બુંદી બનાવતી જાવી અને ચાસણી મા કાઢતી જવી અને બીજી બુંદી નાંખતી જવી.અને ઘી બદામ પીસ્તા ની કતરી અને એલાયચી પાવડર નાખી મીક્સ કરતા જવું.
  13. આવી રીતે બધી બુંદી બનાવી લેવા ની અને છેલ્લે વધેલુ ઘી એલાયચી પાવડર બદામ પીસ્તા ની કતરી બધુ નાખી મીક્સ કરી લો.
  14. હવે ગરમાગરમ બુંદી તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર