ગલકા મગની દાળનુ શાક | Sponge Gourd And Green Gram Vegetable Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  30th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sponge Gourd And Green Gram Vegetable by Rupa Thaker at BetterButter
ગલકા મગની દાળનુ શાકby Rupa Thaker
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

10

0

ગલકા મગની દાળનુ શાક વાનગીઓ

ગલકા મગની દાળનુ શાક Ingredients to make ( Ingredients to make Sponge Gourd And Green Gram Vegetable Recipe in Gujarati )

 • ગલકા ૨૦૦ ગ્રામ
 • ૧/૨ નાની વાટકી મગ ની મોગર દાળ
 • વઘાર માટે તેલ ૩ મોટી ચમચી
 • લસણ ૩ થી ૪ કળી
 • ૧/૨ ચમચી આખુ જીરું
 • ચપટી હીંગ
 • ચપટી હળદર
 • ૧/૨ ચમચી ધાણા જીરું
 • ૧/૨ ચમચી મરચું
 • મીઠુ સ્વાદ મુજબ
 • કોથમીર

How to make ગલકા મગની દાળનુ શાક

 1. સૌ પ્રથમ મગ દાળ ૧૦ મીનીટ પલાળી અને ગલકા ને જીણા સમારી રાખો.
 2. તેલ ગરમ કરી તેમાં લસણ, જીરુ અને હીંગ નાખવુ.
 3. ત્યાર બાદ તેમા સમારેલા ગલકા નાખવા.
 4. ગલકા મા હળદર અને મીઠુ ઉમેરવુ.
 5. ત્યાર બાદ તેમા પલાળેલી દાળ નાખવી .
 6. મીડિયમ તાપે ૧૦ થી ૧૨ મીનીટ ઢાંકી ને રાખવું.
 7. છેલ્લે મરચું અને ધાણાજીરુ નાખી હલાવવું.
 8. ૨ મીનીટ રાખી ઉતારી લેવુ.
 9. પછી બાજરાના રોટલા સાથે ગરમા ગરમ સર્વ કરો.

My Tip:

મગ ની દાળ ને બદલે સેવ પણ નાખી શકાય.

Reviews for Sponge Gourd And Green Gram Vegetable Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો