હોમ પેજ / રેસિપી / ગલકા મગની દાળનુ શાક

Photo of Sponge Gourd And Green Gram Vegetable by Rupa Thaker at BetterButter
92
2
0.0(0)
0

ગલકા મગની દાળનુ શાક

Oct-30-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગલકા મગની દાળનુ શાક રેસીપી વિશે

ગુજરાતી ઘરો માં બનતું એક સ્વાદિષ્ટ અને પારંપારિક શાક છે જે શાક કને દાળ ના મિશ્રણ થી તૈયાર થાય છે. સામાન્ય મસાલા નાખી ને જ બનાવાય છે પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને રોટલા, ભાખરી અને રોટલી સાથે પીરસી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ગલકા ૨૦૦ ગ્રામ
  2. ૧/૨ નાની વાટકી મગ ની મોગર દાળ
  3. વઘાર માટે તેલ ૩ મોટી ચમચી
  4. લસણ ૩ થી ૪ કળી
  5. ૧/૨ ચમચી આખુ જીરું
  6. ચપટી હીંગ
  7. ચપટી હળદર
  8. ૧/૨ ચમચી ધાણા જીરું
  9. ૧/૨ ચમચી મરચું
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મગ દાળ ૧૦ મીનીટ પલાળી અને ગલકા ને જીણા સમારી રાખો.
  2. તેલ ગરમ કરી તેમાં લસણ, જીરુ અને હીંગ નાખવુ.
  3. ત્યાર બાદ તેમા સમારેલા ગલકા નાખવા.
  4. ગલકા મા હળદર અને મીઠુ ઉમેરવુ.
  5. ત્યાર બાદ તેમા પલાળેલી દાળ નાખવી .
  6. મીડિયમ તાપે ૧૦ થી ૧૨ મીનીટ ઢાંકી ને રાખવું.
  7. છેલ્લે મરચું અને ધાણાજીરુ નાખી હલાવવું.
  8. ૨ મીનીટ રાખી ઉતારી લેવુ.
  9. પછી બાજરાના રોટલા સાથે ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર