હોમ પેજ / રેસિપી / Bhavngri gathiya and raw pappya salad

Photo of Bhavngri gathiya and raw pappya salad by Mumma's kitchen at BetterButter
1116
1
5.0(0)
0

Bhavngri gathiya and raw pappya salad

Oct-30-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 3 કપ ગાંઠીયા નુ વેસણ (બેસન)
  2. 1 કપ તેલ
  3. 1 ટીસ્પૂન ખાવાનો સોડા
  4. 1 ટીસ્પૂન અજમો 1 ટીસ્પૂન સંચળ
  5. 1/2 ટી સ્પૂન હીંગ
  6. 1 ટીસ્પૂન મરી નો પાઉડર
  7. 1 કપ પાણી
  8. સંભારા ની સામગ્રી --
  9. 1/2 કિલો કાચુ પપૈયુ
  10. 1/2 ટેબલસ્પૂન રાઇ જીરૂ
  11. ચપટી હીંગ
  12. 1/4 ટીસ્પૂન હળદર
  13. 1/2 ટી સ્પૂન લાલ મરચુ
  14. 1 ટેબલસ્પૂન ખાંડ
  15. સ્વાદ અનુસાર મીઠું
  16. વઘાર કરવા 1 થી 2 ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક ઉંડા બાઉલમાં 1 કપ પાણી, એક કપ તેલ અને 1 ટીસ્પૂન ખાવાનો સોડા નાખી ને તેને બ્લેનડર વડે બ્લેન્ડ કરી લો જયા સુધી તે દૂધ જેવુ સફેદ થઈ જાય.
  2. ત્યાર બાદ તેમાં અજમો ઉમેરો અને અને થોડુ થોડુ કરી ને વેસણ ઉમેરતા જાવ અને તેનો એકદમ ઢીલો લોટ બાંધી લો, આ દરમિયાન ગેસ પર એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકી દો, હવે તૈયાર કરેલા લોટ મા એક એક ચમચી પાણી ઉમેરીને તેને બરાબર હાથ થી ફીણવુ કે જેથી ગાંઠીયા નો લોટ હળવો થઇ જાય અને એકદમ ફ્લફી થઇ જાય.
  3. હવે સાઈડ મા એક વાટકી મા હીંગ અને સંચળઅને મરી પાઉડર મિકસ કરી લો
  4. તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરી લો ત્યારબાદ તેના પર ગાંઠીયા પાડવા નો જારો મૂકી તેના પર થોડો તૈયારકરેલો ગાંઠીયા નો લોટ મુકી તેને તવીથા થી ઘસી ને ગાંઠીયા પાડો, ત્યારબાદ તે જારા ને સાઈડ પર મૂકી દો અને બીજા જારા વડે ગાંઠીયા ને ધીમા તાપે તળી લો
  5. હવે તૈયાર થયેલા ગાઠીંયા પર સંચળ મરી નુ મિશ્રણ છાંટતા જાવ આવી રીતે બધા ગાંઠીયા તળતા જાવ અને તૈયાર કરેલો મસાલો છાંટતા જાવ.
  6. પપૈયા ના સંભારા બનાવવા ની રીત સૌ પ્રથમ એક પપૈયા ના ને ધોઈ લેવુ અને લુછી ને કોરુ કરી લો અને તેને ખમણી ને તેનુ ખમણ તૈયાર કરી લો
  7. ખમણ ના બે ભાગ કરી લો, એક ભાગ ના ખમણ બાઉલમાં લઈ લો તેમા લાલ મરચુ ,હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો એટલે પપૈયા નો તીખો સંભારો તૈયાર છે
  8. હવે મીઠો સંભારો તૈયાર કરવા માટે કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ જીરુ નો અને ચપટી હીંગ અને હળદર નાખી તેમા બાકી નુ પપૈયા નુ ખમણ ઉમેરો તેમા સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરીલો અને તેને 2-3 મિનિટ સુધી સાંતળી લો તૈયાર છે પપૈયા નો મીઠો સંભારો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર