હોમ પેજ / રેસિપી / રસપાત્રા

Photo of RashPatra by Dhara joshi at BetterButter
0
2
0(0)
0

રસપાત્રા

Oct-30-2018
Dhara joshi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસપાત્રા રેસીપી વિશે

રસપાત્રા એ ખૂબ જ જુની અને જાણીતી વાનગી છે.જે ચણા ના લોટ અને અળવી ના પાન થી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ચણા લોટ
  2. 1 નાની ચમચી બેકીંગ સોડા
  3. 2 મોટા લીંબુનો રસ
  4. 2 મોટી ચમચી તેલ ( થોડુ આગળ માટે પણ )
  5. 1 મોટી ચમચી લાલ મરચા પાવડર
  6. 1 મોટી ચમચી ધાણાજીરુ પાવડર
  7. 1/2 ચમચી હળદર પાવડર
  8. 1/2 ચમચી ગરમ મસાલો પાવડર
  9. 3 મોટી ચમચી ખાંડ
  10. મીઠુ સ્વાદમુજબ
  11. અળવી ના 5 મોટા પાન
  12. 1 કપ ખજૂર (ઉકાળી ગાળી લો)
  13. 1/2 કપ આમલી ( ઉકાળી ગાળી લો )
  14. 1 નાની ચમચી લાલ મરચા પાવડર
  15. 1 નાની ચમચી શેકેલ જીરૃ પાવડર
  16. ચપટી મીઠુ
  17. 1/4 કપ ગોળ
  18. 1 નાની ચમચી સુકા ધાણા
  19. 1 નાની ચમચી વરીયાળી
  20. 2 મોટી ચમચી તલ

સૂચનાઓ

  1. પાન ને 2 થી 3 વખત ધોઇ ને લુછી લો અને કાતર થી પાન ની બધી જ જાડી નસો કાપી લો.
  2. મોટા પહોળા વાસણ મા લાલ મરચા પાવડર, ધાણાજીરુ પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, મીઠુ, લીંબુ નો રસ , 2 ચમચી તેલ, સોડા,ખાંડ નાખી મિક્સ કરો.
  3. થોડુ પાણી નાખીને ઘટૃ મિશ્રણ તૈયાર કરો.
  4. પાન ને ઉંધા કરી મિશ્રણ લગાવો.
  5. ઉપર બીજૂ પાન રાખી મિશ્રણ લગાવો.
  6. સ્ટીમર મા પાણી ઉકળવા મૂકો.
  7. પાન ને વાળી ને ગોળ રોલ વાળો .
  8. સ્ટીમર મા વરાળ થી 10 મીનીટ બાફવા દો.
  9. ઠંડા થાય એટલે ટુકડા કરી લો.
  10. કઢાઇ મા 2 મોટી ચમચી તેલ નાખો. હિંગ, રાઇ, જીરૂ નો વઘાર કરો. પાન ના ટુકડા નાખી મીઠુ, ખાંડ અને તલ છાંટી દો. પાત્રા તૈયાર છે.
  11. પેન મા 1 ચમચી તેલ લો..તેલ ગરમ થાય એટલે ખજૂર અને આમલી નો રસ નાખો. ગોળ અને પાણી નાખો. રસ ને ઘટૃ રાખવો. લાલ મરચા પાવડર, શેકેલ જીરૃ પાવડર નાખીને મિક્સ કરો.
  12. આખા ધાણા અને વરીયાળી ને અધકચરા ખાંડી લો અને રસ મા ઉમેરો.
  13. પાત્રા ને ડીસ મા કાઢી ઉપર રસ નાખી પીરસો. .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર