હોમ પેજ / રેસિપી / મેથીભાજીની કૂરમૂરી પુરી

Photo of Methi bhaji crispy puri by Varsha Joshi at BetterButter
573
6
0.0(0)
0

મેથીભાજીની કૂરમૂરી પુરી

Oct-31-2018
Varsha Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીભાજીની કૂરમૂરી પુરી રેસીપી વિશે

આપણે મૈદા લોટની ફરસી પુરી બનાવીએ છીએ, તો આ વષૅ દિવાળી પર આ મેથીની ભાજીની ફરસી પુરી નાના મોટા બધાને પસંદ આવશે.અને શિયાળામા સવારના નાસ્તા માટે પણ બેસ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ઘંઉ નો લોટ ૧ કિલો
  2. બાજરીનો લોટ ૨૫૦ ગ્રામ
  3. રવો ૨૦૦ ગ્રામ
  4. મેથીની ભાજી ૪૦૦ ગ્રામ
  5. ૩ ચમચી તલ
  6. લાલ મરચું પાવડર ૩ ચમચી
  7. હળદર એક ચમચી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ખાંડ ૨ ચમચી
  10. દોઢ લીંબુનો રસ
  11. મોણ માટે તેલ ૫ ચમચી
  12. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બંને લોટ મિક્સ કરો
  2. લોટમાં રવો અને બધાં મસાલા ઉમેરો
  3. મેથી ભાજીને સમારીને ઘોઈ લો
  4. એક નાના બાઉલમાં અડધો ગ્લાસ પાણી ગરમ કરો
  5. તેમાં મેથી ભાજી અને ૨ ચમચી તલ નાખી ૫ મિનિટ સુધી ઉકાળો
  6. ત્યારપછી તે ગરમ કરેલું ભાજી વાળું પાણી લોટમાં નાખો
  7. તેલનું મોણ નાખો... તેલનું મોણ સરખાં પ્રમાણમાં નાખવું
  8. ત્યારપછી કઠણ લોટ બાંધવો
  9. લોટમાંથી નાના લૂઆ બનાવો
  10. ત્યારપછી નાની નાની પુરી વણીને પુરીમાં છરી વડે કાણાં પાડી દો
  11. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો અને પુરી તળવી
  12. પુરી ને આછા લાલ રંગની થાય ત્યાં સુધી તળો
  13. તૈયાર છે દિવાળી નાસ્તા માટે મેથી ભાજીની કૂરમુરી પુરી
  14. એકદમ ચટપટી અને ફરસી પૂરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર