હોમ પેજ / રેસિપી / ભાવનગરી ગાંઠીયા

Photo of Bhavnagari ganthiya by Hiral Hemang Thakrar at BetterButter
0
6
0(0)
0

ભાવનગરી ગાંઠીયા

Nov-01-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાવનગરી ગાંઠીયા રેસીપી વિશે

ગુજરાતીઓને પ્રિય એવા ગાંઠીયા નો એક પ્રકાર. જેને અલગ અલગ નામે ઓળખાય કોઈ ભાવનગરી ગાંઠીયા કહે, કોઈ ફુલી ગાંઠીયા કહે, કોઈ માખણિયા ગાંઠીયા કહે તો વળી એને ચંપાકલી ગાંઠીયા પણ કહેવાય.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • તળવું

સામગ્રી સર્વિંગ: 4

 1. ચણાનોલોટ 250 ગ્રામ
 2. અજમો 1ચમચી
 3. કાળા મરીનો પાવડર 1ચમચી
 4. તેલ
 5. પાણી
 6. મીઠું સ્વાદમુજબ
 7. મીઠા સોડા 1 ચપટી

સૂચનાઓ

 1. ચણાના લોટને આંકની મદદથી ચાળીને કથરોટમાં લો, તેમાં મરીનો પાવડર, અજમો અને સ્વાદમુજબ મીઠું ઉમેરો.
 2. હવે એક વાટકીમાં અડધો કપ પાણી અડધો કપ તેલ અને ચપટી મીઠા સોડા ઉમેરો, આ મિશ્રણને ફિણો.... થોડીવારમાં મિશ્રણ સફેદ થવા લાગશે.
 3. ધીરે ધીરે કરી આ મિશ્રણને ચણાના લોટમાં ઉમેરી મધ્યમ કઠણ લોટ તૈયાર કરો.
 4. જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકી તેલ ઉમેરો.
 5. તેલ ગરમ થાય એ દરમિયાન બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈને પાણીવાળો હાથ કરી મસળતા જાઓ, લોટ જેમ વધુ મસળો તેમ ગાંઠીયા ફરસા થાય.
 6. મસળલો લોટ ફોરો ને કલરમાં ચમકતો લાગશે.
 7. હવે તેલ ગરમ થઈ જાય એટલે તાપ ધીમો કરી દો, પાણીવાળો હાથ કરી મસળેલો લોટ લઈને જારાની મદદથી હથેળી વડે ઘસીને ગાંઠીયા પાડો.
 8. મધ્યમ તાપે તળી લો...... તૈયાર છે ભાવનગરી ગાંઠીયા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર