હોમ પેજ / રેસિપી / ચટપટો ચેવડો

Photo of Chatpato chevdo by Kamal Thakkar at BetterButter
692
6
0.0(0)
0

ચટપટો ચેવડો

Nov-03-2018
Kamal Thakkar
360 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટો ચેવડો રેસીપી વિશે

આ ચેવડો મારી મમી હર દિવાળી એ બનાવે છે અને હવે હું પણ બનાવું છું.આખા મસૂર ની દાળ અને ચણા ની દાળ જોડે મગફળી,બટાકા ની સેવ ને બેસન ની સેવ બધું ભેગું થાય છે ત્યારે આ ચેવડો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 10

  1. ચણા દાળ ૧ કપ
  2. આખા મસૂર ની દાળ ૧ કપ
  3. મગફળી ૧ કપ
  4. બટાકા ની કાચરી/સેવ ૧ કપ
  5. બેસન ની જીણી સેવ ૧ & ૧/૨ કપ
  6. ચાટ મસાલો ૨ ચમચી
  7. કાળા મરી નો પાવડર ૧ ચમચી
  8. લાલ મરચું પાવડર ૨ ચમચી
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બંને દાળ ને ધોઈને,પાણી માં ચાર કલાક પલાળી દો.
  2. પછી નિતારીને કોટન ના કપડાં પાર સુકવી દો. બે કલાક સુધી સુકાવા દો.
  3. તેલ ગરમ મુકો અને થોડી થોડી દાળ નાખો.દાળ નાખો એટલે ઉભરો આવશે પણ પછી બેસી જશે.
  4. દાળ તળાય જાય એટલે ઉપર આવી જશે.એને નિતારીને ટીસયું પેપર લગાવેલા બોલ માં કાઢો.
  5. મસૂર ની દાળ પણ આવીજ રીતે તળી લો.
  6. પછી સીંગદાણા તળો.
  7. બટેટા ની કાચરી પણ તળી લો.
  8. કાચરી ઠંડી થાય એટલે હાથે થઈ થોડી ક્રશ કરી લો.
  9. હવે એક મોટા વાસણ માં બધું ભેગું કરો અને ચાટ મસાલો,લાલ મરચું તથા કાલા મરી નો પાવડર ઉમેરો.
  10. સરખું ભેળવો અને ઠંડુ થયાં પછી ડબ્બા માં ભરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર