હોમ પેજ / રેસિપી / સેવ - એક નવા સ્વાદ સાથે

Photo of Sev - with twist by Hiral Hemang  Thakrar at BetterButter
491
6
0.0(0)
0

સેવ - એક નવા સ્વાદ સાથે

Nov-03-2018
Hiral Hemang Thakrar
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ - એક નવા સ્વાદ સાથે રેસીપી વિશે

ચણાનોલોટ અને વેસણથી સેવ બનતી હોય છે એમાં થોડું વેરીયેસન કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણાનો કરકરો લોટ 1કપ
  2. બાફેલા બટેટા 2 નંગ
  3. ચોખાનોલોટ 2 ચમચી
  4. સુંઠ પાવડર 1ચમચી
  5. આમચુર પાવડર 1ચમચી
  6. મીઠું સ્વાદમુજબ
  7. લાલમરચું પાવડર 1ચમચી
  8. અજમો 1/2ચમચી
  9. સંચળ પાવડર 1/2ચમચી
  10. પાણી જરૂરત મુજબ
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટાને બાફી લો.
  2. હવે ઠંડા થયેલા બટેટાને મસળીને માવો તૈયાર કરો.
  3. હવે એક કથરોટ લઈ તેમાં ચણાનો કરકરો લોટ, ચોખાનો લોટ, મસળેલા બટેટા ઉમેરો.
  4. હવે તેમાં મીઠું, લાલમરચું પાવડર, અજમો, સુંઠ પાવડર અને આમચુર પાવડર ઉમેરો.
  5. એક ચમચો તેલનું મોણ ઉમેરો, જરૂરત લાગે તો થોડું પાણી ઉમેરી સેવનો લોટ તૈયાર કરો.
  6. એ દરમિયાન જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકી તેલ ઉમેરો, તેલને ગરમ થવા દો.
  7. સેવનો સંચો લઈ તેલવાળો હાથ કરી, સેવનો લોટ ઉમેરી, ગરમ તેલમાં સેવ પાડી લો.
  8. તળાયેલી ગરમાગરમ સેવ પર સંચળ પાવડર છાંટો.
  9. લો તૈયાર છે સેવ એક નવા સ્વાદ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર