હોમ પેજ / રેસિપી / અંગુર બાસુંદી

Photo of Angur Rabdi by Ami Bhatt at BetterButter
891
6
0.0(0)
0

અંગુર બાસુંદી

Nov-03-2018
Ami Bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંગુર બાસુંદી રેસીપી વિશે

મારા દીકરા ની મનભાવતી બાસુંદી,જે મારા ઘરે દિવાળી માં અચૂક બને જ છે જે મને પણ ખૂબ જ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. દૂધ ૧ લિટર પનીર બનાવવા માટે
  2. દૂધ ૧ લિટર બાસુંદી માટે
  3. ખાંડ ૩૦૦ ગ્રામ ચાસણી માટે
  4. ખાંડ ૫૦૦ ગ્રામ
  5. કેસર
  6. વેનીલા એસ્સેન્સ (નાખવું હોય તો)
  7. સૂકા મેવા:
  8. બદામ ની કતરણ
  9. પિસ્તા ની કતરણ
  10. એલચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ૧ લિટર દૂધ લાઇ ને તેને ગેસ પર ગરમ કરવા મુકો,ઉભરો આઈ જાય એટલે ગેસ પર થી નીચે ઉતારી એમ ૧લીંબુ નો રસ ઉમેરો સાથે હલાવતા જાઓ દૂધ ફાટવા લાગે એટલે એને એક સુતરાઉ કપડાં માં કાઢી ને ગાળી લો એની ઉપર એકદમ ઠંડુ પાણી રેડી કપડું ચુસ્ત બાંધી ને એની ઉપર કશું વજનદાર વસ્તુ મૂકી દો,બધું પાણી ચુસાઈ જાય પછી પનીર તૈયાર થઈ જશે એને હાથ માં સહેજ ઘી લઈ ને બરાબર મસળો એકમ લિસ્સું થઈ જાય એટલે એના ગોળ બૌલ્સ વાળો એ દરમિયાન વચ્ચે ૩ કપ પાણી માં માપ પ્રમાણે ખાંડ ઉમેરી ને ગેસ પર ગરમ થવા મુકો,ખાંડ ઓગળી જાય એટલે ગેસ બન્ધ કરી દો,ઠંડુ પડે એટલે એમ વાળેલા બૌલ્સ એક એક કરી ને નાખી દો ત્યાર બાદ ઢાંકણ બન્ધ કરી દો.બીજું દૂધ બાસુંદી માટે ગેસ પર ગરમ થવા મૂકી દો એમાં ખાંડ ઉમેરી ને હલાવતા જાઓ થોડું ઘટ્ટ થવા આવે એટલે એમાં બદામ-પિસ્તા ની કતરણ,એલચી પાવડર ઉમેરી દો.થોડુંક કેસર પણ પાણી માં ઓગાળી ને નાખો.ત્યારબાદ ચાસણી માં થી બૌલ્સ કાઢી ને બાસુંદી માં ઉમેરો. તો તૈયાર છે તમારી અંગુર બાસુંદી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર