હોમ પેજ / રેસિપી / સુંવાળી

Photo of suvari by Kalpana Parmar at BetterButter
808
4
0.0(0)
0

સુંવાળી

Nov-03-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુંવાળી રેસીપી વિશે

દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તાતો બને જ એમા સુંવાળી તો જાણે દિવાળીના બેસ્ટ નાસ્તામાંથી એક ગણવામાં આવે છે. જે સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ મેદોં
  2. 1 કપ ખાંડ
  3. 1/3 કપ પાણી
  4. ચપટી ઈલાયચી પાવડર
  5. 2 ચમચી તલ
  6. 3 ચમચી ધી
  7. 1 ચમચી તેલ
  8. ચપટી મીઠું
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પહેલાં લોટ ચાળી લો.
  2. ખાંડ માં પાણી નાખી ને બરાબર હલાવી ને ખાંડ ને ઓગારી લો.
  3. તલ ને 1/2 કપ પાણી માં 1 કલાક પલારી નિતારી દો
  4. હવે લોટ માં તલ, ઈલાયચી પાવડર, મીઠું અને ધી તેલ નું મોણ નાખી ને બરાબર મિક્સ કરી લો.
  5. આમાં મોણ મુઠ્ઠી પડતું જોયશે.
  6. લોટ ને ખાંડ ના પાણી વડે પરાઠા જેવો લોટ બાંધી લો. આ લોટ ને 10 મિનિટ સુધી ટુપી લો.
  7. લોટ માંથી નાના લુઆ કરી ને તેની પાતળી પૂરી વણી લો. આ પૂરી ને થોડીવાર માટે સૂકવા દો.
  8. પૂરી થોડી ડ્રાય લાગે પછી તેને તેલ માં ગુલાબી ને કડક થાય તેવી તળી લો. પણ ધ્યાન રાખો કે વધારે ન તળાય તે વધુ લાલ થઈ જશે.તો તૈયાર છે સુંવાળી ..
  9. ઠંડી પડે એરટાઈટ ડબ્બા માં ભરી ને રાખો ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર