Photo of Coin kesari by Hiral Hemang  Thakrar at BetterButter
471
7
0.0(1)
0

Coin kesari

Nov-04-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તળવું
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 6

  1. મેંદો 100 ગ્રામ
  2. રવો 2ચમચી
  3. ખાંડ 150 ગ્રામ
  4. ઘી તળવા માટે
  5. પાણી જરૂરત મુજબ
  6. કેસરી ફુડકલર 1ચપટી
  7. કેસરના તાંતણા
  8. એલચી પાવડર

સૂચનાઓ

  1. એક કથરોટ લઈ તેમાં આંકની મદદથી મેંદો અને રવો ચાળી લો.
  2. તેમાં કેસરી ફુડકલર ઉમેરી, 3ચમચી ઘીનું મોણ ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરી પરાઠા જેવી કણક તૈયાર કરો.
  3. ભાખરી જેટલું વણી નાના કોઈન જેવો શેઈપ આપો.
  4. એક ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવાં મૂકો, એ દરમિયાન બીજા ગેસ પર જાડા તળીયાવાળી કડાઈ લઈ તેમાં ખાંડ ઉમેરી ખાંડ પલળે એટલું પાણી ઉમેરી બે તારની કડક ચાસણી તૈયાર કરો.
  5. ગરમ ઘીમાં કોઈનસ તળીને જરા વાર ઠંડા થવા દો.
  6. હવે તળાયેલા કોઈનસને કડક ચાસણીમાં ઉમેરો.
  7. સરખી રીતે પણ હળવા હાથે હલાવો, જેથી ચાસણીનો બધી સાઈડ કોટ થઈ જાય.
  8. હવે કોઈનસને પ્લેટમાં લઈ તેના ઉપર કેસરનો તાંતણો અને એલચી પાવડર ભભરાવો.
  9. ઠંડુ થઈ ગયા બાદ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Chhaya Raval
Nov-05-2018
Chhaya Raval   Nov-05-2018

સરસ રેસિપી છે

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર