હોમ પેજ / રેસિપી / બાલુશાહી

Photo of Balushahi by Rani Soni at BetterButter
575
5
0.0(0)
0

બાલુશાહી

Nov-04-2018
Rani Soni
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાલુશાહી રેસીપી વિશે

બાલુશાહી અે ભારતીય તહેવારની મીઠાઈ છે. તમે પણ દિવાળી માં અચૂક બનાવો. આ સ્વાદિષ્ટ બાલુશાહી મેંદા ના લોટ ની કણક બાંધી ઘી માં તળી ચાસણી માં નાંખવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ મેંદો
  2. 4 ચમચી ઘી
  3. 1/2 નાની ચમચી ખાવાનો સોડા
  4. 6 ચમચી દહીં
  5. ચપટી કેસરી
  6. 2 ચમચી બદામ અને પિસ્તાની કતરન
  7. 1 વરખ
  8. 1 ચમચી ગુલાબ પાંખડી
  9. ઘી તળવા

સૂચનાઓ

  1. મેંદો અને સોડા ચાળી લો
  2. તેમાં ઘી,દહીં નાંખી મિકસ કરો
  3. જરુર મુજબ પાણી નાખી મિડીયમ કણક બાંધી લો
  4. 15 મિનીટ ઢાંકી રાખો
  5. હવે તેના નાના લીંબુ આકાર ના પેંડા બનાવી લો
  6. આ પેંડાની વચ્ચે એક નાનકડું કાણું પાડો
  7. કઢાહીમાં ઘી ગરમ કરવા મુકો
  8. હવે ધીમા ગેસ પર પેંડાને તળી દો
  9. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો
  10. અેક પેન માં ખાંડ અને 1 કપ પાણી લઈ કેસર નાંખી 1 તારની ચાસણી બનાવી લો
  11. હવે આ બાલુશાહી ને ચાસણી માં મૂકી દસ મિનિટ સુધી રાખો જેથી બાલુશાહીમાં ચાસણી સારી રીતે મિક્સ થઈ જાય
  12. ચાસણી માંથી કાઢી ઉપર બદામ અને પિસ્તાની કતરન નાખો
  13. વરખ, ગુલાબ પાંખડી લગાઈ પિરસો
  14. બાલુશાહી તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર