ડ્રાય કચોરી | Dry Kachori Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  5th Nov 2018  |  
5 ત્યાંથી 3 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dry Kachori by Bharti Khatri at BetterButter
ડ્રાય કચોરીby Bharti Khatri
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

10

3

ડ્રાય કચોરી વાનગીઓ

ડ્રાય કચોરી Ingredients to make ( Ingredients to make Dry Kachori Recipe in Gujarati )

 • કચોરી ના પડ માટે ની સામગ્રી :-
 • ૧ કપ મેંદો
 • મીંઠુ સ્વાદમુજબ
 • ૨ ચમચા ઘી
 • કચોરી ના પુરણ માટે મસાલો :-
 • ૧ ચમચી જીરુ
 • ૧ ચમચી વરિયાળી
 • ૧ ચમચી સૂકા ધાણા
 • ૧ ચમચો તલ
 • ૧૦ થી ૧૫ મરી ના દાણા
 • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
 • ૧ ચમચો ખાંડ
 • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
 • ૧ ચમચી ગરમ મસાલો
 • ૧ ચમચી આમચુર પાઉડર
 • ૧ બાઉલ ગાંઠીયા
 • ૧ ચમચો કાજુ બદામ ઝીણા કાપેલા

How to make ડ્રાય કચોરી

 1. એક કડાઈ મા જીરુ, વરિયાળી, સુકા ધાણા, તલ ગેસ ની ધીમી આંચ પર શેકી લેવુ.
 2. હવે મિક્સર મા શેકેલ મસાલો અને તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, ખાંડ, મીંઠુ, આમચુર પાઉડર, નાખી ને મિક્સર મા પીસી લેવુ.
 3. વાટેલ મસાલો બાઉલ મા કાઢી લેવો.
 4. હવે ગાંઠીયા પણ મિક્સર મા ધીમે ધીમે પીસી લેવા.
 5. હવે તેને પણ વાટેલ મસાલા મા મિક્સ કરવુ.
 6. હવે વાટેલ ગાંઠીયા અને મસાલો બરાબર મિક્સ કરી તેમા કાજુ બદામ ઝીણા ઝીણા કાપેલા મિક્સ કરવા.
 7. હવે બધુ બરાબર મિક્સ કરી નાના ગોળા બનાવી લેવા.
 8. આ રીતે બધા મસાલા ના ગોળા બનાવી લેવા.
 9. પરાત મા મેંદો લઈ તેમા મીંઠુ અને ઘી નુ મુઠીં પડતુ મોણ નાખી ને લોટ બાંધી લેવો. અને ઢાંકી ને ૧૫ મિનિટ સુધી રાખવો.
 10. હવે ૧૫ મિનિટ પછી લોટ નો નાનો લૂવો લઈ આ રીતે વાટકી જેવો આકાર કરવો.
 11. હવે તેમા પુરણ નો ગોળો મુકી ધીમે ધીમે તેને બંધ કરતા જવુ.
 12. આ રીતે ગોળ ગોળ અંગૂઠા થી મસાલો નો ગોળો દબાવતા જવુ અને લોટ ને ઉપર ખેચતા જવુ.
 13. હવે લોટ ને કચોરી ની જેમ બંધ કરી વધારાનો લોટ કાઢી લેવો અને આ રીતે ગોળ બનાવી લેવી.
 14. હવે બધી જ કચોરી એ રીતે બનાવી લેવી. તેને કપડા પર મૂકી કપડા થી ઢાંકી લેવી જેથી સુકાઈ ન જાય.
 15. હવે કડાઈ મા તેલ ગરમ કરી કચોરી ધીમી આંચ પર તળવી.
 16. આ રીતે આછા ગુલાબી રંગની થાય એટલે કાઢી લેવી.
 17. આ રીતે બધી જ કચોરી તળી લેવી.
 18. સુકા મસાલા કચોરી તૈયાર છે દિવાળી મા બનાવી સ્વાદિષ્ટ કચોરી ની મજા માણો.

My Tip:

મસાલા ના ગોળા ન વળે તો થોડુંક તેલ મિક્સ કરવુ તેથી ગોળા વળશે.

Reviews for Dry Kachori Recipe in Gujarati (3)

Mayuri Vora10 months ago

જવાબ આપવો
Bharti Khatri
10 months ago
Thank u so much ji..

Harsha Isrania year ago

:ok_hand::ok_hand:
જવાબ આપવો
Bharti Khatri
a year ago
ખૂબ ખૂબ આભાર :pray::pray::pray:

Neelam Barota year ago

Superb
જવાબ આપવો
Bharti Khatri
a year ago
Thank u so much :pray::pray:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો