Photo of Dry Kachori by Bharti Khatri at BetterButter
1750
9
0.0(3)
0

Dry Kachori

Nov-05-2018
Bharti Khatri
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કચોરી ના પડ માટે ની સામગ્રી :-
  2. ૧ કપ મેંદો
  3. મીંઠુ સ્વાદમુજબ
  4. ૨ ચમચા ઘી
  5. કચોરી ના પુરણ માટે મસાલો :-
  6. ૧ ચમચી જીરુ
  7. ૧ ચમચી વરિયાળી
  8. ૧ ચમચી સૂકા ધાણા
  9. ૧ ચમચો તલ
  10. ૧૦ થી ૧૫ મરી ના દાણા
  11. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  12. ૧ ચમચો ખાંડ
  13. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  14. ૧ ચમચી ગરમ મસાલો
  15. ૧ ચમચી આમચુર પાઉડર
  16. ૧ બાઉલ ગાંઠીયા
  17. ૧ ચમચો કાજુ બદામ ઝીણા કાપેલા

સૂચનાઓ

  1. એક કડાઈ મા જીરુ, વરિયાળી, સુકા ધાણા, તલ ગેસ ની ધીમી આંચ પર શેકી લેવુ.
  2. હવે મિક્સર મા શેકેલ મસાલો અને તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, ખાંડ, મીંઠુ, આમચુર પાઉડર, નાખી ને મિક્સર મા પીસી લેવુ.
  3. વાટેલ મસાલો બાઉલ મા કાઢી લેવો.
  4. હવે ગાંઠીયા પણ મિક્સર મા ધીમે ધીમે પીસી લેવા.
  5. હવે તેને પણ વાટેલ મસાલા મા મિક્સ કરવુ.
  6. હવે વાટેલ ગાંઠીયા અને મસાલો બરાબર મિક્સ કરી તેમા કાજુ બદામ ઝીણા ઝીણા કાપેલા મિક્સ કરવા.
  7. હવે બધુ બરાબર મિક્સ કરી નાના ગોળા બનાવી લેવા.
  8. આ રીતે બધા મસાલા ના ગોળા બનાવી લેવા.
  9. પરાત મા મેંદો લઈ તેમા મીંઠુ અને ઘી નુ મુઠીં પડતુ મોણ નાખી ને લોટ બાંધી લેવો. અને ઢાંકી ને ૧૫ મિનિટ સુધી રાખવો.
  10. હવે ૧૫ મિનિટ પછી લોટ નો નાનો લૂવો લઈ આ રીતે વાટકી જેવો આકાર કરવો.
  11. હવે તેમા પુરણ નો ગોળો મુકી ધીમે ધીમે તેને બંધ કરતા જવુ.
  12. આ રીતે ગોળ ગોળ અંગૂઠા થી મસાલો નો ગોળો દબાવતા જવુ અને લોટ ને ઉપર ખેચતા જવુ.
  13. હવે લોટ ને કચોરી ની જેમ બંધ કરી વધારાનો લોટ કાઢી લેવો અને આ રીતે ગોળ બનાવી લેવી.
  14. હવે બધી જ કચોરી એ રીતે બનાવી લેવી. તેને કપડા પર મૂકી કપડા થી ઢાંકી લેવી જેથી સુકાઈ ન જાય.
  15. હવે કડાઈ મા તેલ ગરમ કરી કચોરી ધીમી આંચ પર તળવી.
  16. આ રીતે આછા ગુલાબી રંગની થાય એટલે કાઢી લેવી.
  17. આ રીતે બધી જ કચોરી તળી લેવી.
  18. સુકા મસાલા કચોરી તૈયાર છે દિવાળી મા બનાવી સ્વાદિષ્ટ કચોરી ની મજા માણો.

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Dec-16-2018
Mayuri Vora   Dec-16-2018

Harsha Israni
Nov-06-2018
Harsha Israni   Nov-06-2018

:ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર