બાલુશાહી | Balushahi Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  5th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Balushahi by Kalpana Parmar at BetterButter
બાલુશાહીby Kalpana Parmar
 • તૈયારીનો સમય

  8

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  6

  લોકો

2

0

બાલુશાહી

બાલુશાહી Ingredients to make ( Ingredients to make Balushahi Recipe in Gujarati )

 • 2 કપ મેંદો
 • 5 મોટી ચમચી ઘી મોણ માટે
 • 1/2 ચમચી બેકિંગ સોડા
 • 2 મોટી ચમચી દહીં
 • 1 મોટી ચમચી પિસ્તા બારીક સમારેલા
 • ચાંદી ની વરખ
 • કેસર જરૂર મુજબ
 • 1/4 નાની ચમચી એલચી પાવડર
 • 2 કપ ખાંડ
 • ઘી તળવા માટે

How to make બાલુશાહી

 1. સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદાને ચાળી લો. ત્યાર બાદ તેમાં બેકિંગ સોડા, દહીં અને ઘી મેળવીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી લોટ બાંધી લો. લોટને બાંધીને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
 2. ત્યાર બાદ લોટને મસળી લો. હવે લોટમાંથી નાના-નાના ગોળા લઈને તેમાંથી પેંડા તૈયાર કરો. હવે આ પેંડામાં અંગુઠાની મદદથી ખાડો પાડો. બધા જ લોટમાંથી આ રીતે જ બાલૂશાહી તૈયાર કરો.
 3. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ ઘીમાં બાલુશાહીની મધ્યમ તાપે આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ તેને પ્લેટમાં કાઢી લો.
 4. હવે એક વાસણમાં ખાંડ લઈને તેમાં 1 કપ પાણી ઉમેરીને 1 તાર ની ચાસણી તૈયાર કરો. એલચી પાવડર ઉમેરો ચાસણી થોડીક ગરમ હોય ત્યારે તેમાં બાલુશાહી ઉમેરી દો.
 5. ચારથી પાંચ મિનિટ બાદ તેને ચમચીની મદદથી કાઢીને પ્લેટમાં મૂકી દો. હવે બાલુશાહીને ઠંડી કરો. ચાંદી ની વરખ ને કેસર પિસ્તા થી સજાવી સર્વ કરો.

Reviews for Balushahi Recipe in Gujarati (0)