હોમ પેજ / રેસિપી / બાલુશાહી

Photo of Balushahi by Kalpana Parmar at BetterButter
1036
5
0.0(0)
0

બાલુશાહી

Nov-05-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાલુશાહી રેસીપી વિશે

બાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • બિહાર
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 કપ મેંદો
  2. 5 મોટી ચમચી ઘી મોણ માટે
  3. 1/2 ચમચી બેકિંગ સોડા
  4. 2 મોટી ચમચી દહીં
  5. 1 મોટી ચમચી પિસ્તા બારીક સમારેલા
  6. ચાંદી ની વરખ
  7. કેસર જરૂર મુજબ
  8. 1/4 નાની ચમચી એલચી પાવડર
  9. 2 કપ ખાંડ
  10. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદાને ચાળી લો. ત્યાર બાદ તેમાં બેકિંગ સોડા, દહીં અને ઘી મેળવીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી લોટ બાંધી લો. લોટને બાંધીને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
  2. ત્યાર બાદ લોટને મસળી લો. હવે લોટમાંથી નાના-નાના ગોળા લઈને તેમાંથી પેંડા તૈયાર કરો. હવે આ પેંડામાં અંગુઠાની મદદથી ખાડો પાડો. બધા જ લોટમાંથી આ રીતે જ બાલૂશાહી તૈયાર કરો.
  3. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ ઘીમાં બાલુશાહીની મધ્યમ તાપે આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ તેને પ્લેટમાં કાઢી લો.
  4. હવે એક વાસણમાં ખાંડ લઈને તેમાં 1 કપ પાણી ઉમેરીને 1 તાર ની ચાસણી તૈયાર કરો. એલચી પાવડર ઉમેરો ચાસણી થોડીક ગરમ હોય ત્યારે તેમાં બાલુશાહી ઉમેરી દો.
  5. ચારથી પાંચ મિનિટ બાદ તેને ચમચીની મદદથી કાઢીને પ્લેટમાં મૂકી દો. હવે બાલુશાહીને ઠંડી કરો. ચાંદી ની વરખ ને કેસર પિસ્તા થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર