હોમ પેજ / રેસિપી / ગુલાબ કોપરા રોલ

Photo of Rose Coconut Rolls by Rupa Thaker at BetterButter
416
3
0.0(0)
0

ગુલાબ કોપરા રોલ

Nov-07-2018
Rupa Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ કોપરા રોલ રેસીપી વિશે

ગુલાબ ની સુગંધ અને કોપરા ના પોષણ ની સ્વાદિષ્ટ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ગુલાબની પાંખડી ૧ વાટકો
  2. મીલ્ક પાઉડર દોઢ વાટકો
  3. સુકા કોપરાનું છીણ ૧ વાટકો
  4. ૩ ચમચી ઘી
  5. એક નાની વાટકી દુધ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લોયા મા એક ચમચી ઘી મુકી ગુલાબની પાંખડી નાખી ૨ મીનીટ ધીમે તાપે રાખવું
  2. નોનસ્ટીકમા ૨ ચમચી ઘી મુકી મીલ્ક પાઉડર મિક્સ કરી તેમા અઙધી નાની વાટકી દુધ અને અડધી નાની વાટકી સાકર નુ બુરુ નાખી ધીમે તાપે રાખી માવો તૈયાર કરવો
  3. તૈયાર કરેલ ઘી વાળી ગુલાબની પાંખડી માવા સાથે મિક્સ કરો
  4. કોપરાના છીણ ને ૧૦ મીનીટ અડધી નાની વાટકી દૂધ મા પલાળી રાખવું
  5. પલાળેલા કોપરાના છીણ ને લોયા મા ધીમે તાપે રાખી તેમા અડધી નાની વાટકી મીલ્ક પાઉડર અને અડધી નાની વાટકી સાકર નુ બુરુ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું
  6. આ પ્રમાણે માવા તૈયાર થશે
  7. ગુલાબનુ મીશ્રણ ઠંડુ થયા પછી એલ્યુમિનિયમ ફોયલ પર ઘી લગાવી તેના પર પાથરી વેલણથી ભાખરી જેવુ જાડુ વણવુ
  8. કોપરા ના માવા નો લાંબો રોલ તૈયાર કરી વણેલા ગુલાબ ના માવા પર વચ્ચે મુકી રોલ કરવો
  9. એલ્યુમિનિયમ ફોઇલ મા વ્રેપ કરી ૧ કલાક સુધી ફ્રીઝમાં સેટ કરવા મુકવું
  10. કલાક ફ્રીઝમા રાખ્યા પછી નાના નાના સરખા માપના રોલ તૈયાર કરવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર