હોમ પેજ / રેસિપી / લવંગ લતિકા

Photo of Lavang Latika by Kalpana Parmar at BetterButter
725
2
0.0(0)
0

લવંગ લતિકા

Nov-07-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
28 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લવંગ લતિકા રેસીપી વિશે

લવંગ લતિકા બંગાળ ની એક મુખ્ય પારંપરિક મીઠાઈ છે જે તહેવાર માં ખાસ બનાવાય છે અને શોખ થી ખવાય છે ચાસણી માં લપેટેલી ઉપર થી ક્રિસ્પી અને અંદર થી માવા ને ડ્રાયફ્રુટ નું પૂરણ અને સાથે લવિંગ ની સુગંધ સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ માવો
  2. 1/4 કપ દળેલી ખાંડ
  3. 2 મોટી ચમચી કાજુ બદામ પિસ્તા ઝીણાં સમારેલા
  4. 1/4 નાની ચમચી એલચી પાવડર
  5. કેસર જરૂરિયાત મુજબ
  6. લવિંગ જરૂર મુજબ
  7. લોટ માટે
  8. 1 કપ મેદો
  9. 2 મોટી ચમચી ઘી મોંણ માટે
  10. ચાસણી માટે
  11. 1 કપ ખાંડ
  12. જરૂર મુજબ પાણી
  13. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મેંદા માં ઘી નું મોણ નાખીને પરોઠાં જેવો લોટ બાંધી લો ઢાંકીને 10 મિનિટ રહેવા દો.
  2. એક કડાઈ માં માવા ને શેકીલો ઠંડો થાય એટલે તેમાં દરેલી ખાંડ ને કાજુ બદામ પિસ્તા કેસર ને એલચી પાવડર મિક્સ કરી ને સાઈડ માં રાખો.
  3. ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ને 1 તારની ચાસણી બનાવી લો.
  4. મેંદા માંથી નાના લુવા બનાવી લો નાની પુરી વણો તેમાં 1 ચમચી માવાનું પૂરણ નાખી ને બંને સાઇડ થી કવર કરી લો બીજી બનેં સાઈડ એક બીજાથી ઓવેરલેપ કરી લવિંગ થી લોક કરી દો. આજ રીત બધા લવંગ લતિકા બનાવી લો.
  5. તેલ ને ગરમ કરો ને તેમાં બધા લવંગ લતિકા ગુલાબી થાય ત્યાં સુધી તળી લો.
  6. તળેલાં લવંગ લતિકા ચાસણી માં 1 મિનિટ માટે ડીપ કરી કાઢી લો પિસ્તા ને કેસર થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર