હોમ પેજ / રેસિપી / રંગબેરંગી નમકીન ખાજા

Photo of Colouring namkeen chirote by Dimpal Patel at BetterButter
636
3
0.0(0)
0

રંગબેરંગી નમકીન ખાજા

Nov-09-2018
Dimpal Patel
30 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રંગબેરંગી નમકીન ખાજા રેસીપી વિશે

મીઠા ખાજા તો ઘણા ખાધા...આજે વિચાર આવ્યો નમકીન ખાજા નો...ખૂબ જ ટેસ્ટી અને દેખાવ માં પણ ખૂબ જ સરસ છે આ ખાજા...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧૧/૨ કપ મેંદો
  2. ૧/૪ નાની ચમચી મીઠું
  3. ૧ મોટી ચમચી મરી પાવડર
  4. ૨ મોટી ચમચી હુંફાળું તેલ કે ઘી (મોણ માટે)
  5. ૨ મોટી ચમચી ઘી
  6. ૩ મોટી ચમચી કોર્ન ફ્લોર
  7. ૪ થી ૫ ટીપાં ગુલાબી ફૂડ કલર
  8. ૪ થી ૫ ટીપાં પીળો ફૂડ કલર
  9. ૪ થી ૫ ટીપાં લીલો ફૂડ કલર
  10. ૨ કપ તેલ (તળવા માટે)

સૂચનાઓ

  1. એક બાઉલમાં મેંદો ચાળી લેવો. તેમાં મીઠું , મરી પાવડર અને હુંફાળું તેલ કે ઘી મિક્સ કરવું.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી દેવો. લોટ ખૂબ સખત કે બહુ નરમ પણ ન હોવો જોઈએ. લોટને ૧૦ મિનિટ માટે ઢાંકી દેવો.
  3. બીજા બાઉલમાં ૨ મોટી ચમચી ઘી લેવું. ઘી ને બરાબર ફીણી ને ક્રીમ જેવું બનાવવું
  4. ત્યારબાદ તેમાં થોડો થોડો કરીને ૩ મોટી ચમચી કોર્નફ્લોર મિક્સ કરવો.
  5. બાંધેલા લોટમાં ૧ નાની ચમચી તેલ નાંખીને બરાબર મસળી લેવો. હવે આ લોટના ૪ ભાગ કરવા. ૪ ભાગમાંથી ૧ ભાગ થોડો વધારે રાખવો. બાકીના ૩ ભાગમાં ૩ અલગ અલગ રંગના ફૂડ કલર નાંખવા. મેં ગુલાબી , પીળો અને લીલો કલર નાંખ્યો છે.
  6. ત્રણે લોટને બરાબર મસળી લેવા.
  7. હવે ગુલાબી કલરમાંથી નાનો લુઓ બનાવી તેમાંથી રોટલી વણવી.
  8. તેની ઉપર ઘી અને કોર્નફ્લોરનું મિશ્રણ બરાબર લગાડી દેવું.
  9. પછી તેનો રોલ વાળી દેવો.
  10. આજ રીતે પીળો રોલ તૈયાર કરવો.
  11. ત્યાર પછી ૨ સફેદ રોટલી વણવી. બંનેની ઉપર કોર્નફ્લોર નું મિશ્રણ લગાડવું.
  12. હવે પહેલી રોટલીની ઉપર બીજી રોટલી મુકવી.
  13. પછી પહેલી રોટલીની એક કિનારી પર પીળો અને ગુલાબી રોલ મુકવો.
  14. તેનો પણ રોલ વાળી દેવો.
  15. હવે લીલા લોટની રોટલી બનાવવી. તેની ઉપર કોર્નફ્લોર નું મિશ્રણ લગાડવું. તેની કિનારી પર સફેદ રોલ મૂકી ને તેનો પણ રોલ વાળી દેવો.
  16. ત્યારબાદ આ રોલ ને કાપી લેવો.
  17. કાપેલા લોટમાંથી નાની નાની પુરી વણી લેવી.
  18. પૂરીને ગરમ તેલમાં તળી લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર