હોમ પેજ / રેસિપી / કલરફુલ ઘૂઘરાં

Photo of colourful gughara by Kalpana Parmar at BetterButter
437
7
0.0(0)
0

કલરફુલ ઘૂઘરાં

Nov-09-2018
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલરફુલ ઘૂઘરાં રેસીપી વિશે

દિવાળી આવે એટલે આપણે જાતજાતની મીઠાઈ બનાવતા હોય છે એમાં ઘૂઘરા તો દરેકના ઘરે બનેજ .. ઘૂઘરા સાદા નહિ પણ કલરફૂલ બનાવ્યા ને બધાને ખુબજ પસંદ કર્યાં ....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ મેંદો સાદા લોટ માટે
  2. 1 કપ મેંદો ગુલાબી કલર માટે
  3. 4 મોટી ચમચી ઘી મોણ માટે
  4. પિન્ચ ગુલાબી કલર
  5. દૂધ લોટ બાંધવા માટે
  6. #પૂરણ માટે
  7. 1 કપ માવો
  8. 1/4 કપ સુજી
  9. 2 ચમચી કાજુ નાટુકડા
  10. 2 ચમચી બદામના ટુકડા
  11. 2 ચમચી પિસ્તા ના ટુકડા
  12. 2 ચમચી સૂકી દ્રાક્ષ
  13. 1/2 નાની ચમચી એલચી પાવડર
  14. 1 કપ દરેલી ખાંડ
  15. 1/2 કપ ખમણેલું સૂકું કોપરું
  16. 1 ચમચી ઘી સુજી ને માવો શેકવા માટે
  17. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. પહેલા એક કડાઈમાં શીરાની જેમ ઘી અને રવો નાંખીને તેને બરાબર શેકો ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે ગુલાબી રંગનો ન થઈ જાય અને તેની શેકાવાની સુગંધ ન આવવા માંડે
  2. રવો ઠંડો થાય એટલે તેમાં સૂકા મેવા, કોપરાનું છીણ વગેરે મિક્સ કરી દો.માવાને ઘીમાં શેકી લો. તે ગુલાબી થઈ જાય અને તેમાંથી ઘી છૂટુ પડવા માંડે ત્યાં સુધી તેને શેકો. ઠંડુ થઈ જાય એટલે તેમાં એલચી પાવડર નાંખી ને બધું મિક્સ કરી લો.
  3. દરેલી ખાંડ મિક્સ કરો તૈયાર છે ઘૂઘરામાં ભરવા માટેનો માવો તૈયાર છે
  4. લોટ બાંધવા માટે મેંદામાં 2 ચમચી ઘી નું મોણ નાંખી તેમાં દૂધ ઉમેરી સાદો લોટ બાંધી લો. લોટ કડક નહિ પણ સહેજ ઢીલો બાંધવો જેથી ઘૂઘરા બનાવવામાં મુશ્કલી ન પડે. એજ રીતે ગુલાબી કલર નાખીને લોટ બાંધી લો લોટ ને 15 મિનિટ રહેવા દો
  5. ત્યાર પછી લોટના નાના નાના લૂઆ પાડીને પાતળી પૂરી વણી લો. સફેદ લોટ ની પૂરીને ઉભા કટ આપો તેના પાર ગુલાબી પુરી મૂકીને સારી રીતે ચોંટાડી દો
  6. તેમાં વચ્ચે ઘૂઘરાનો માવો 1 મોટી ચમચી લઈ તેની બંને કિનારી ચોંટાડી દો. અર્ધચંદ્રાકાર આકાર બની જાય એટલે તેના પર નાની નાની કાંગરી વાળી લો. આજ રીતે બધા ઘૂઘરા વાળી લો
  7. વાળેલા ઘૂઘરા સૂકાઈ ન જાય તે માટે તેના પર સહેજ ભીનુ પાતળુ કપડુ ઢાંકીને રાખવુ.
  8. કડાઈમાં તેલ ગરમ કરો ઘૂઘરા હંમેશા ધીમા તાપે જ તળવા અને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળવા ..
  9. જયારે તળાઇ ને બહાર આવશે ત્યારે સફેદ કટ માંથી ગુલાબી કલર બહુજ સરસ લાગે છે ઠંડા પડે સર્વ કરો...મેહમાનો કલરફુલ ઘૂઘરાં જોઈને ખુશ થઇ જશે ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર