હોમ પેજ / રેસિપી / શાહી બરફી

Photo of Shahi Barfi by Mital Viramgama at BetterButter
1471
7
0.0(0)
0

શાહી બરફી

Nov-10-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી બરફી રેસીપી વિશે

શાહી બરફી એકદમ ટેસ્ટી અને પરફેકટ સ્વીટ છે દીવાળી માટે. આ મીઠાઈ બનાવા માં સરળ અને ટેસ્ટ મા બેસ્ટ અને સારી સારી રેડીમેઇડ સ્વીટ કરતાં પણ ટેસ્ટ મા સારી લાગે છેં. ચાસણી વગરની મીઠાઈ છે એટલે ગમે તે શીખવ પણ આ સ્વીટ ઇઝી બનાવી શકે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 કપ ચણાનો લોટ
  2. 1 કપ મીલ્ક પાવડર
  3. 1 કપ દળેલી ખાંડ
  4. 1/2 કપ કાજુ પાવડર
  5. 1/2 કપ બદામ પાવડર
  6. 1/2 કપ પીસ્તા પાવડર
  7. 3/4 કપ ઘી
  8. 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  9. 2 ટેબલ સ્પૂન પીસ્તા અને બદામ ની કતરી
  10. ચપટી જેટલું કેસર અને ચપટી જેટલો લીલો ફુડ કલર

સૂચનાઓ

  1. પહેલાં એક કડાઇ મા ઘી અને ચણાનો લોટ લઇને ધીમા તાપે શેકવાનુ.
  2. લોટ થોડો શેકાઈ જાય એટલે તેમાં કાજુ બદામ પીસ્તા નો પાવડર નાખી બે મીનીટ ધીમા તાપે શેકવાનુ.
  3. પછી દળેલી ખાંડ અને મીલ્ક પાવડર નાખી ધીમા તાપે બધું મીક્સ કરી લો.
  4. પછી કેસર અને લીલો કલર નાખી ઈલાયચી પાવડર નાખી મીક્સ કરી લો.
  5. ઘી ઓછું લાગે તો થોડું ઘી નાખવું અને મિશ્રણ સરસ લચકા જેવું હોવું જોઈએ
  6. પછી એક થાળી માં ઢાળી દેવું ઉપર પીસ્તા અને બદામ ની કતરી નાખી દો.
  7. હવે બે ત્રણેક કલાક સેંટ થવા માટે રહેવા દેવું પછી તમને ગમતી સાઇઝના પીસ કાપેલી લેવા.
  8. હવે રેડી છે તમારી ડાયફૂટ શાહી બરફી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર