હોમ પેજ / રેસિપી / ઘઉં નાં લોટ અને ખોપરાનાં શકકરપારા

Photo of Ghau na lot ane khopra na shakkarpara by safiya abdurrahman khan at BetterButter
523
3
0.0(0)
0

ઘઉં નાં લોટ અને ખોપરાનાં શકકરપારા

Nov-11-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં નાં લોટ અને ખોપરાનાં શકકરપારા રેસીપી વિશે

મેંદા નાં શકકરપારા તો આપણે ખાઈએ છીએ ,આ ઘઉં નાં લોટ માંથી બનાવ્યા છે,જેમા ખોપરુ નાખી સ્વાદ વધી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં નો લોટ ૧ ૧/૨ કપ
  2. ખમણેલુ ખોપરુ ૧/૪ કપ
  3. સાકર ૧/૪ કપ
  4. ઘી ૧/૪ કપ
  5. મલાઈ ૨ મોટી ચમચી
  6. તળવા તેલ

સૂચનાઓ

  1. એક વાસણ મ ઘઉં નો લોટ,ખમણેલુ ખોપરૂ,સાકર, મલાઈ નાખી બરાબર મિક્સ કરો.
  2. ઘી નું મોણ નાખી મસળી ને સખત લોટ બાંધો.૨૦ મિનીટ ઢાંકી રાખો.
  3. થોડો મધ્યમ લૂઓ લઇ રોટલી વણો, લગભગ ૨ ઇંચ જેટલી જાડાઈ રાખો.
  4. ડાઈમંડ અથવા ચોરસ કટકા કરો અને ગરમ તેલ મા મધ્યમ તાપ પર તળી લો.
  5. કિચન પેપર પર કાઢી ઠંડું કરી હવાચુસ્ત ડબ્બા મા ભરી દો.
  6. ૧૫ થિ ૨૦ દીવસ સુધી ખાઈ શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર