હોમ પેજ / રેસિપી / કાજુ ચોકલેટ ગુલકંદ પાન

Photo of Kaju Chocolate Gulkand Pan by Mital Viramgama at BetterButter
694
5
0.0(0)
0

કાજુ ચોકલેટ ગુલકંદ પાન

Nov-11-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ ચોકલેટ ગુલકંદ પાન રેસીપી વિશે

કાજુ ચોકલેટ ગુલકંદ પાન ટેસ્ટ ની સાથે દેખાવ મા પણ સુંદર લાગે છે.દિવાળી માટે બેસ્ટ છે. મહેમાન પણ ખાઈ ને ખુશ થઇ જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 200g કાજુ પાવડર
  2. 150g ખાંડ
  3. 50g માવો
  4. લીલો કલર
  5. અંદર ના સટફીગ માટે
  6. 1/4કપ ગુલકંદ
  7. 4ટેબલ સ્પૂન કુકીંગ ચોકલેટ
  8. 1/4કપ કપ કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા
  9. 1ટેબલ સ્પૂન કલકતી નાગરવેલનુ પાન ઝીણું કાપેલું
  10. 1ટી સ્પૂન વરીળારી પાવડર
  11. થોડા ટીપાં રોઝ એસેન્સ
  12. સીલ્વર વરખ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ખાંડ લઇને તેની કડક બે તારની ની ચાસણી બનાવી લો
  2. પછી તેમાં માવો નાખી ઘીમા તાપે હલાવીને કાજુ નો પાવડર નાખી મીક્સ કરી લો અને લીલો કલર નાખી મીક્સ કરી લો
  3. અંદર ના સટફીગ માટે
  4. પહેલાં એક પેનમાં ગુલકંદ નાખી તેમાં કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા નાખી ધીમા તાપે બધું મીક્સ કરી લો.
  5. પછી તેમાં કાપેલું પાન અને વરીયાળી નાખી મીક્સ કરી લો બે મીનીટ ધીમા તાપે.
  6. હવે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી તેમાં કુકીંગ ચોકલેટ અને રોઝ એસેન્સ નાખી મીક્સ કરી લો અને થોડી વાર ઠંડુ થવા માટે રહેવા દેવું.
  7. હવે બહાર પડ માટે કાજુ નું મીક્ષરણ લઇને એક જાડા પ્લાસ્ટીક પેપર ઉપર મસળવાનુ.
  8. પછી તેની નાની પુરી બનાવી હાથ થી પાન જેવો શેઇપ આપો પુરી માંથી.
  9. હવે આ પાનની અંદર ગુંલકંનદ નું સટફીગ એક સ્પૂન જેટલું લઇને અંદર ભરી દેવાનુ
  10. પછી ઉપર સીલ્વર વરખ લગાવીને સૂકાવા માટે રહેવા દેવું.
  11. આવી રીતે બધાં પાન બનાવી લેવા ના.
  12. સુકાય જાય એટલે તમારાં ટેસ્ટી પાન તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર