હોમ પેજ / રેસિપી / કાજુ સ્ટ્રોબેરી પીનવીલ

Photo of Kaju Strawberry Pinwheels by Mital Viramgama at BetterButter
313
5
0.0(0)
0

કાજુ સ્ટ્રોબેરી પીનવીલ

Nov-11-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ સ્ટ્રોબેરી પીનવીલ રેસીપી વિશે

ખુબજ ટેસ્ટી રોલ છે.આ એક યુનિક તેમજ ટેસ્ટી કોમ્બીનેશન મીઠાઈ છે.જે તમે દીવાળી ઉપર બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 200 ગ્રામ કાજુ પાવડર
  2. 150 ગ્રામ ખાંડ
  3. 50 ગ્રામ માવો
  4. ક્રશ સ્ટ્રોબેરી 3 ટેબલ સ્પૂન અથવા સ્ટ્રોબેરી સીરપ
  5. સીલ્વર વરખ

સૂચનાઓ

  1. ખાંડ ની બે તારની ની ચાસણી બનાવી તેમાં માવો નાખી મીક્સ કરી લો.
  2. પછી કાજુ નો પાવડર નાખી થોડી વાર હલાવી લો.
  3. હવે કાજુ નું મિશ્રણ અડધું એક તપેલી મા કાઢી લેવું.
  4. વધેલા મિશ્રણ મા સ્ટ્રોબેરી ક્રશ નાખી ધીમા તાપે થોડી વાર હલાવાનુ.
  5. પેન છોડવા માંડે એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો.
  6. હવે એક જાડા પ્લાસ્ટીક પેપર ઉપર બન્ને મિશ્રણ અલગ અલગ મસળવાનુ.
  7. પછી કાજુ ના મિશ્રણ માંથી એક જાડી રોટલી વણી લો.
  8. હવે આવીજ રીતે સ્ટ્રોબેરી ના મિશ્રણ માંથી એક જાડી રોટલી વણી લો.
  9. કાજુ ની રોટલી ઉપર સ્ટ્રોબેરી ની રોટલી પાથરી દબાવી ને રોલ વાળી લેવો.
  10. હવે ઉપર વરખ લગાવીને સૂકાવા માટે રહેવા દેવું.
  11. સુકાય જાય એટલે રોલ ને કાપી લેવાનો.
  12. હવે તૈયાર છે કાજુ સ્ટ્રોબેરી પેનવીલ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર