Photo of Mathiya. by Mita Shah at BetterButter
761
3
0.0(0)
0

મઠીયા

Nov-11-2018
Mita Shah
120 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મઠીયા રેસીપી વિશે

ગુજરાતીઓની દીવાળી મઠીયા વિના અધૂરી છે. આ વાનગી ઘણી મહેનત અને સમય માંગી લે છે ,તો લોકો તૈયાર પણ લાવેછે... પણ દરેક ગુજરાતીના ઘરે મઠીયા તો હોયછે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ૫૦૦ ગ્રામ મઠીયા નો લોટ
  2. ૧ચમચી અજમો
  3. ૧ ચમચી તલ વાટેલા
  4. ૮ થી ૧૦ લીલામરચા વાટેલા
  5. ૩ થી ૪ ચમચી ખાંડ અથવા તમારા સ્વાદઅનુસાર
  6. મીઠું સ્વાદઅનુસાર
  7. ૧ ચમચી ઘી
  8. ૩ થી ૪ ચમચી ઘી લોટ કેળવવા ને લૂવા ને રગદોળવા
  9. ૨ ચમચી મઠીયાનો કોરો લોટ સાટો બનાવવા
  10. ૧ થી ૧ ૧/૨ કપ પાણી.
  11. ૧ ચમચી હીંગ
  12. લોટને ટીપવા માટે લોખંડની પરાશ અથવા સાંબેલું.

સૂચનાઓ

  1. પાણીને ગરમ કરવા મૂકો.
  2. મીઠું, વાટેલા મરચાં, અજમો અને તલ નાખી થોડું ઉકાળી લો.
  3. સહેજ ઠંડુ પડે એટલે તેમાં ખાંડ નાખી ઓગળી લો.
  4. ૧ ચમચી ઘી પણ નાખી દો
  5. મઠીયાના લોટ માં હિંગ નાંખીને મિક્સ કરો.
  6. હવે હુફાળા પાણીથી કઠણ લોટ બાધી દો.
  7. લોટને ઘી થી કેળવી લો.
  8. હવે લોખંડની પરાશ અથવા સાંબેલું થી લોટને ખૂબ ટીપો. જ્યાં સુધી નરમ થાય ત્યાં સુધી.
  9. હવે લોટને ટૂપી લો ને લૂવા બનાવી લો.
  10. હવે ઘી માં મઠીયા નો લોટ નાખીને ફીણી લો.
  11. હવે લૂવાને એમાં રગદોળી લો.
  12. ૧૦ થી ૨૦ મીનીટ માટે ઢાંકીને મૂકી રાખો.
  13. હવે વણી લો એને થોડા છૂટા કોઈ સાફ કપડામાં રાખો.
  14. બધાંજ વણાઈ જાય એટલે ભેગા કરી લો.
  15. તેલ ગરમ કરો.
  16. બધાને એક એક કરી તળીલો.
  17. ઠંડા થાય એટલે હવા ચુસ્ત ડબ્બામાં ભરીલો.
  18. ૧૦ થી ૧૫ દીવસ સુધી કંઈજ થતું નથી .આનાથી વધારે દિવસ પણ સારા જ રહેછે.
  19. દીવાળી માં મસ્ત એવા મઠીયા તૈયારછે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર