પીસ્તા ઘારી | Pistachio Ghari. Recipe in Gujarati

  ના દ્વારા Mita Shah  |  11th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pistachio Ghari. by Mita Shah at BetterButter
  પીસ્તા ઘારીby Mita Shah
  • તૈયારીનો સમય

   60

   મીની
  • બનાવવાનો સમય

   45

   મીની
  • પીરસવું

   10

   લોકો

  1

  0

  પીસ્તા ઘારી

  પીસ્તા ઘારી Ingredients to make ( Ingredients to make Pistachio Ghari. Recipe in Gujarati )

  • ૨૫૦ ગ્રામ પીસ્તાનો પાવડર
  • ૫૦ ગ્રામ બદામનો પાવડર
  • ૨૦૦ ગ્રામ મોળો માવો
  • ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
  • ૫૦ થી ૬૦ ગ્રામ આઈસીંગ સુગર
  • ૧ ચમચી ઈલાયચી પાવડર
  • ૫૦૦ ગ્રામ ઘી તળવા માટે
  • ૨૦૦ ગ્રામ ઘી ઘારી રગદોળવા
  • ૩૦૦ ગ્રામ મેંદો
  • ૩ ચમચા ઘી મોણ માટે
  • પાણી જરૂર મુજબ લોટ બાંધવા

  How to make પીસ્તા ઘારી

  1. એક તાવડીમાં માવો લઈ ધીમી આંચ પર શેકી લો.
  2. એકદમ લસલસતો કરી લો.
  3. સહેજ ઠંડો થાય એટલે પીસ્તા બદામનો પાવડર ઉમેરો.
  4. ઈલાયચીનો પાવડર પણ ઉમેરો
  5. મિક્સ કરો.
  6. એકદમ ઠંડુ થવા દો.
  7. દળેલી ખાંડ ઉમેરો.
  8. હવે ફરીથી મિક્સ કરી ને તેના એકસરખા બોલ્સ બનાવી લો.
  9. એકબાજુ માં રાખો.
  10. મેંદામાં ઘીનું મોણ નાંખી સહેજ નરમ લોટ બાંધી લો.
  11. ૧૦ મીનીટ માટે ઢાંકી દો.
  12. હવે લોટમાંથી પુરી વણી ને એમાં બનાવેલ બોલ મૂકી કચોરીની જેમ વાળી લો.
  13. હવે એને હાથ થી ઘારીનો આકાર આપો.
  14. બધીજ ઘારી તૈયાર કરી લો.
  15. ગેસ પર ઘી ગરમ કરો
  16. ધીમી આંચે બધી જ ઘારી તળીલો.
  17. હવે એકદમ ઠંડી થવા દો.
  18. હવે થીજી ગયેલું ઘી લઈ એમાં આઈસીંગ સુગર ઉમેરો.
  19. હવે આ મિશ્રણને ખૂબ ફીણીને ક્રીમ જેવું બનાવી લો.
  20. આમાં બધી ઘારીને રગદોળીને એક વાસણમાં મૂકી દો.
  21. ફ્રીજ માં સેટ કરો.
  22. ઘારી તૈયાર છે.
  23. ફ્રીજમાં જ સ્ટોર કરો.
  24. પંદર દિવસ આરામથી રહે છે.

  My Tip:

  માવો શેકીને ઠંડો થાય ત્યારે જ લોટ બાંધીલો જેથી સમય બચશે.

  Reviews for Pistachio Ghari. Recipe in Gujarati (0)