હોમ પેજ / રેસિપી / પીસ્તા ઘારી

Photo of Pistachio Ghari. by Mita Shah at BetterButter
446
6
0.0(0)
0

પીસ્તા ઘારી

Nov-11-2018
Mita Shah
60 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીસ્તા ઘારી રેસીપી વિશે

સુરત ની પ્રખ્યાત પારંપરિક મીઠાઈ છે, જે એકદમ રોયલ વાનગી છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ૨૫૦ ગ્રામ પીસ્તાનો પાવડર
  2. ૫૦ ગ્રામ બદામનો પાવડર
  3. ૨૦૦ ગ્રામ મોળો માવો
  4. ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
  5. ૫૦ થી ૬૦ ગ્રામ આઈસીંગ સુગર
  6. ૧ ચમચી ઈલાયચી પાવડર
  7. ૫૦૦ ગ્રામ ઘી તળવા માટે
  8. ૨૦૦ ગ્રામ ઘી ઘારી રગદોળવા
  9. ૩૦૦ ગ્રામ મેંદો
  10. ૩ ચમચા ઘી મોણ માટે
  11. પાણી જરૂર મુજબ લોટ બાંધવા

સૂચનાઓ

  1. એક તાવડીમાં માવો લઈ ધીમી આંચ પર શેકી લો.
  2. એકદમ લસલસતો કરી લો.
  3. સહેજ ઠંડો થાય એટલે પીસ્તા બદામનો પાવડર ઉમેરો.
  4. ઈલાયચીનો પાવડર પણ ઉમેરો
  5. મિક્સ કરો.
  6. એકદમ ઠંડુ થવા દો.
  7. દળેલી ખાંડ ઉમેરો.
  8. હવે ફરીથી મિક્સ કરી ને તેના એકસરખા બોલ્સ બનાવી લો.
  9. એકબાજુ માં રાખો.
  10. મેંદામાં ઘીનું મોણ નાંખી સહેજ નરમ લોટ બાંધી લો.
  11. ૧૦ મીનીટ માટે ઢાંકી દો.
  12. હવે લોટમાંથી પુરી વણી ને એમાં બનાવેલ બોલ મૂકી કચોરીની જેમ વાળી લો.
  13. હવે એને હાથ થી ઘારીનો આકાર આપો.
  14. બધીજ ઘારી તૈયાર કરી લો.
  15. ગેસ પર ઘી ગરમ કરો
  16. ધીમી આંચે બધી જ ઘારી તળીલો.
  17. હવે એકદમ ઠંડી થવા દો.
  18. હવે થીજી ગયેલું ઘી લઈ એમાં આઈસીંગ સુગર ઉમેરો.
  19. હવે આ મિશ્રણને ખૂબ ફીણીને ક્રીમ જેવું બનાવી લો.
  20. આમાં બધી ઘારીને રગદોળીને એક વાસણમાં મૂકી દો.
  21. ફ્રીજ માં સેટ કરો.
  22. ઘારી તૈયાર છે.
  23. ફ્રીજમાં જ સ્ટોર કરો.
  24. પંદર દિવસ આરામથી રહે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર