Photo of Cham cham by Harsha Israni at BetterButter
776
7
0.0(0)
0

ચમચમ

Nov-12-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચમચમ રેસીપી વિશે

આ મિઠાઈ બંગાલી છે .આ મિઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લિટર દૂધ
  2. ૧ લીંબુનો રસ
  3. ચાશની માટે-
  4. ૩૦૦ ગ્રામ ખાંડ
  5. ૭૫૦ મિલિ પાણી
  6. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  7. પૂરણ માટે-
  8. ૨૦૦ ગ્રામ મોળો માવો
  9. ૧ ટેબલસ્પૂન દૂધમાં પલાળેલું કેસર અથવા ૨-૩ ટીંપા પીળો રંગ
  10. ૨ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  11. ૧ ટી-સ્પૂન ઘી
  12. સજાવવા માટે -
  13. ૭-૮ ચેરી
  14. ૧ કપ કોપરાનું છીણ

સૂચનાઓ

  1. સૌ પહેલા દૂધને ગરમ કરો.એક ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી લીંબુનો રસ ઉમેરો .દૂધ ફાટી જાય એટલે ગરણીમાં મૂકેલા મલમલના કપડામાં ગાળી લો.પનીર તૈયાર થશે.પનીરને બે વાર પાણીથી ધોવુ.બધુ જ પાણી નિતારી લેવું.
  2. હવે પનીરને હાથથી મસળીને સુંવાળું બનાવો.(મીકસરના જારમાં પણ પીસી ને સુંવાળું બનાવી શકાય )તેમાંથી લંબગોળ આકારના મોટા ગોળા બનાવો.
  3. એક પેનમાં ખાંડ અને પાણી ગરમ કરો.ઈલાયચી પાવડર ઉમેરો.ખાંડ ઓગળી જાય ત્યારે પનીરના બનાવેલા ગોળા ને ૮-૧૦ મિનિટ માટે ઢાંકણથી ઢાંકીને ઉકાળો.ત્યાર બાદ ગેસ બંધ કરી ૨૦-૨૫ માટે ગોળાને ઠંડા પડવા દો.
  4. એક કઢાઈમાં ઘી ગરમ કરી માવો ઉમેરી હલાવો ત્યાર બાદ કેસરવાળુ દૂધ,દળેલી ખાંડ ઉમેરો ,મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી ડીશમાં કાઢી ઠંડુ પડવા દો.તૈયાર છે પૂરણ.
  5. તૈયાર કરેલા ગોળાને ચાશનીમાંથી બહાર કાઢો.
  6. ગોળાની વચ્ચે ચપ્પુ વડે વચ્ચે કાપો પાડી પૂરણ ભરો.
  7. હવે કોપરાની છીણમાં રગદોળીને ઉપર ચેરી વડે સજાવો.પછી ફી્જમાં ૨૦ મિનિટ માટે ઠંડુ કરવા મૂકો.
  8. તૈયાર છે ચમચમ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર