હોમ પેજ / રેસિપી / દિવાળી થીમ કપ કેક

Photo of Theme cupcakes by Gopi Vithalani at BetterButter
741
4
0.0(0)
0

દિવાળી થીમ કપ કેક

Nov-12-2018
Gopi Vithalani
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દિવાળી થીમ કપ કેક રેસીપી વિશે

દિવાળી સ્પેશિયલ

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • દિવાળી
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. મેંદો ૧ કપ
  2. દળેલી ખાંડ ૧/૨ કપ
  3. મિલ્ક પાવડર ૧ ટેબલ સ્પૂન
  4. બેકિંગ પાઉડર ૧ ટી સ્પૂન
  5. બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  6. કોકો પાવડર ૨ ટેબલ સ્પૂન
  7. દૂધ ૧/૪ કપ
  8. દહીં ૧/૪ કપ
  9. તેલ ૩ ટેબલ સ્પૂન
  10. વેનીલા અસેન્સ ૧ ટી સ્પૂન
  11. વ્હીપ્ડ ક્રિમ
  12. ફોન્ડન્ટ

સૂચનાઓ

  1. ૧) સૌ પ્રથમ બધી ડ્રાય વસ્તુઓ જેવી કે મેંદો, દળેલી ખાંડ, મિલ્ક પાઉડર, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા આ બધું એક વાર ચા‌‌ળી લેવું.
  2. ૨) ત્યારબાદ દૂધ, દહી, તેલ, વેનીલા ઈસેન્સ ને ૩-૪ મિનીટ માટે બિટ કરવું.
  3. ૩) હવે તેમાં ઉપર ની ડ્રાય સામગ્રી ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું.
  4. ૪) પ્રિહેટ કરેલા ઓવન માં કપ કેક ના મોલ્ડ માં પેપર લાઇનર ગોઠવી ને કેક ના ખીરા ને એમાં ૩/૪ સુધી ભરવું.
  5. ૫) ૧૮૦ ડિગ્રી પર ૨૦ થી ૨૫ મિનીટ માટે બેક કરવું.
  6. ૬) ક્રીમ ને સ્ટીફ પીક સુધી ડબલ બિટર ની મદદ થી વ્હિપ કરવું.
  7. ૭) કપ કેક ઠંડી પડે પછી તેનું નોઝેલ ની મદદ થી આઇસિંગ કરવું.
  8. ૮) કલર ફોન્ડન્ટ ને રોલ કરી, એને સ્ક્વેર અથવા તો મનપસંદ આકાર આપવો, તેને આઈસિંગ ઉપર રાખવું.
  9. ૯) બીજા કલર ફોન્ડન્ટ ની મદદ થી દિવાળી ને અનુરૂપ અલગ અલગ ટૉપર બનાવવા, જેમકે દીવા, સાથીયા, જમીન ચક્રી, અનાર એવી રીતે કોઈ પણ મનપસંદ આકાર આપવો.
  10. ૧૦) તેને કપ કેક ઉપર ગોઠવવું.
  11. ૧૧) ઠંડુ કરવા મૂકવું તથા મહેમાન આવે ત્યારે સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર