હોમ પેજ / રેસિપી / રાજભોગ પીસ્તા લાડુ

Photo of Rajbhog Pista Ladoo by Mital Viramgama at BetterButter
914
4
0.0(0)
0

રાજભોગ પીસ્તા લાડુ

Nov-12-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજભોગ પીસ્તા લાડુ રેસીપી વિશે

એકદમ ટેસ્ટી અને પરફેકટ છે દીવાલી માટે.ફ્લેવર કોમ્બીનેશન પરફેકટ છે. તૈયાર ની સ્વીટ બહુજ મોંઘી હોય છે ઘરેજ બનાવો શુધ્ધ અને સ્વાદિષ્ટ સ્વીટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. પીસ્તા ના પડ માટે :four_leaf_clover:
  2. 150g પીસ્તા પાવડર
  3. 50g માવો
  4. 200g ખાંડ
  5. રાજભોગ ના પડ માટે :sunflower:
  6. 75g કાજુ પાવડર
  7. 75g ખાંડ
  8. 50g કાજુ બદામ પીસ્તા ના ટુકડા
  9. થોડા ટીપાં રાજભોગ એસેન્સ
  10. કેસર
  11. અંદર નું રોઝ નું સટફીગ
  12. 100g માવો
  13. પાંચ ટેબલ સ્પૂન Ruhabza રુહાબઝા

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પીસ્તાના પડ માટે ખાંડ લઇને તેની કડક બે તારની ચાસણી બનાવી અંદર માવો નાખી ઘીમા તાપે મીક્સ કરી લો
  2. પછી અંદર પીસ્તા નો પાવડર નાખી મીક્સ કરી નીચે ઉતારી લો.
  3. રાજભોગ ના પડ માટે ખાંડ લઇને તેની કડક ચાસણી બનાવી તેમાં રાજભોગ એસેન્સ અને કેસર ના તાંતણા નાખી કાજુનો પાવડર અને ડ્રાયફૂટના પીસ નાખી મીક્સ કરી લો
  4. ધીમા તાપે હાલાવી સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો
  5. રોઝ બોલ માટે
  6. રુહાબઝામા માવો નાખી ઘીમા તાપે થોડી વાર હલાવો. થોડું કડક થવા માડે એટલે નીચે ઉતારી લો
  7. હવે ઠંડુ થાય એટલે નાના નાના બોલ વાળીલો.
  8. આ બોલ કરતાં થોડું મોટું લૂવુ લઇને હાથ થી રાઉન્ડ શેઇપ પુરી જેવો આપી અંદર રોઝ વાળો બોલ મૂકી બંધ કરી રાઉન્ડ શેઇપ આપી દો
  9. હવે પીસ્તા નુ સટફીગ લઇને પાતળી પુરી બનાવી તેમાં રાજભોગ વાળો બોલ મૂકી બંધ કરી રાઉન્ડ શેઇપ આપી દો
  10. આવી રીતે બધા લાડુ બનાવી લેવા
  11. પછી થોડા સૂકાઈ જાય એટલે ઉપર સીલ્વર વરખ લગાવી દો.
  12. પછી ઉપર ચાકાથી કટ કે આકા પાડી લો
  13. પછી થોડા કેસર ને પલાળી તે લાડુ ના કટ ઉપર લગાવીને ઉપર નાનું પીસ્તા નું પીસ લગાવીને સૂકાવા દેવા થોડી વાર
  14. હવે તમારા પીસ્તા રાજભોગ લાડુ તૈયાર છે. તમે તેને વચ્ચે થી ચાર થી છ પીસ મા કાંપી શકો.
  15. પીસ કાપશો એટલે અંદર ના ત્રણેય કલર દેખાશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર