હોમ પેજ / રેસિપી / માવા ના ઘૂઘરા

Photo of Mawa Ghughra by Kamal Thakkar at BetterButter
105
2
0.0(0)
0

માવા ના ઘૂઘરા

Nov-13-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ના ઘૂઘરા રેસીપી વિશે

ઉપર થી ખસ્તા અને અંદર થી નરમ એવા આ ઘૂઘરા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

  1. ઉપર ના પડ માટે:
  2. મેંદો ૧ કપ
  3. ઘઉં નો લોટ ૧ કપ
  4. રવો ૩ મોટી ચમચી
  5. ઘી ૪ મોટી ચમચી
  6. પાણી જરૂર પ્રમાણે
  7. પૂરણ માટે:
  8. માવો ૩૦૦ ગ્રામ
  9. કોપરા નું ખમણ ૧ કપ
  10. સમારેલા સૂકા મેવા ૧/૨ કપ
  11. એલચી પાવડર ૧ ચમચી
  12. ઘી ૧ ચમચી
  13. પીસેલી ખાંડ ૩/૪ કપ
  14. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. એક પેન માં એક ચમચી ઘી લઈને એમાં માવો શેકી લો.
  2. માવો શેકાઈ જાય એટલે નારિયેળ નું ખમણ ઉમેરો.
  3. એક થી બે મિનિટ શેકીને સૂકા મેવા ઉમેરો.
  4. એલચી પાવડર ઉમેરો.
  5. ગેસ બંદ કરીને ખાંડ ઉમેરો.બધું સરસ ભેગું કરીને ઠંડુ થવા દો.
  6. ઉપર ના પડ માટે બંને લોટ,રવો અને ઘી ભેગા કરીને હાથે થી મસળી લો.
  7. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કડક લોટ બાંધો.
  8. ૧૦ મિનિટ પછી આ લોટ માં થી એક નાનો લુઓ લઇ ને એની પુરી વણો.
  9. પુરી ની વચ્ચે પૂરણ મુકો અને ચારે કોર પાણી ની આંગળી ફેરવી દો.
  10. ઘૂઘરો બંદ કરી ને કાંગરી વાળો.બધા ઘૂઘરા આવીજ રીતે તૈયાર કરો.
  11. ઘી માધ્યમ તાપે ગરમ કરીને આ ઘૂઘરા તળી લેવા.આપણા માવા ના ઘૂઘરા તૈયાર છે.
  12. આને તમે ઓવેન માં ૧૮૦ ℃ પર બેક પણ કરી શકો.૨૦-૨૨ મિનિટ બેક કરવા.આ મેં બેક કરેલા ઘૂઘરા છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર