Photo of Anarsha by Apeksha's Kitchen at BetterButter
885
4
0.0(0)
0

અનારશા

Nov-13-2018
Apeksha's Kitchen
4320 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અનારશા રેસીપી વિશે

અનારશા એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી હું મારી દાદી પાસેથી શીખી છું તેથી આ વાનગી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે.આ એક એવી વાનગી છે જે હવે સમય ની સાથે ભુલાતી જઈ રહી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 6

  1. 500 ગ્રામ ચોખા
  2. 400 ગ્રામ ખાંડ
  3. 1 કેળું
  4. ખસખસ
  5. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ચોખા લઈને તેને બરાબર ધોઇને 3 દિવસ માટે પલાડી ને રાખવા.
  2. 3 જા દિવસે ચોખાનું પાણી કાઢી એક ચોખ્ખા કપડાં પર કાઢી પહોળા કરી કોરા કરીલો.
  3. ચોખા કોરા થઈ જાય એટલે તેને એક મિક્સર જાર માં લઈ બારીક પાવડર બનાવી લો.
  4. હવે ખાંડને પણ પીસી લો.
  5. હવે પીસેલા ચોખા અને પીસેલી ખાંડ બરાબર મિક્સ કરી લો અને તેના મોટા મોટા લાડવા બાંધી લો.
  6. આ લાડું 6 મહિના સુધી બગડતા નથી.
  7. હવે તેમાના એક લાડું લો અને તેમા અડધું કેળું મસળીને તેનો ઢીલો લોટ બાંધો.
  8. એક તરફ ઘી ગરમ કરવા માટે મુકો.
  9. એક પ્લેટમાં ખસખસ કાઢીલો.
  10. હવે લોટ માથી એક લુવો લઇ ખસખસ પર મુકી બંન્ને આંગળીઓ વડે દબાવી ગોલ ફેરવતા ફેરવતા ગોળ પુરીનો આકાર આપો.
  11. હવે ઘી માં નાખી તળીલો.
  12. તૈયાર છે મહારાષ્ટ્રના ફેમસ અનારશા. દિવાળી મા બનાવી બધાના મન જીતીલો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર