પાપડી ગાંઠિયા | Papadi Ganthiya Recipe in Gujarati

ના દ્વારા Bhavna Thaker  |  13th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Papadi Ganthiya by Bhavna Thaker at BetterButter
પાપડી ગાંઠિયાby Bhavna Thaker
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  2

  લોકો

6

0

પાપડી ગાંઠિયા

પાપડી ગાંઠિયા Ingredients to make ( Ingredients to make Papadi Ganthiya Recipe in Gujarati )

 • 1 કપ બેસન
 • 1/4 કપ પાણી (60 ml aprox)
 • 30 મિલિ. તેલ (aprox)
 • 1/2 ટી સ્પૂન મીઠુ
 • 1/4 ટી સ્પૂન હીંગ
 • 1/4 ટી સ્પૂન પાપડખાર
 • 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
 • 1/2 લીટર તેલ તળવા માટે.
 • એક ચપટી હળદર.

How to make પાપડી ગાંઠિયા

 1. ગેસ એકદમ ધીમી આંચ પર ચાલુ કરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો.હવે તેલ ગરમ થાય ત્યા સુધી મા લોટ તૈયાર કરી લો.
 2. સૌ પ્રથમ પા કપ,તેલ,પાણી,પાપડખાર,સોડા,મીઠુ અને હીંગ એક મોટા બાઉલમાં બ્લેન્ડર વડે મિક્સ કરો.હવે હળદર મિક્સ કરો .
 3. ત્યાર બાદ બેસન ઉમેરી એકદમ ફિણીને મિક્સ કરો.મિશ્રણ ઢીલુ લાગે તો હજુ થોડુ બેસન ઉમેરી ને થોડો કઠણ લચકા પડતો થાય એવો લોટ તૈયાર કરો.
 4. હવે પાપડી ના ઝારાને તેલની કડાઈ પર ગોઠવી ને થોડો લોટ ઝારા પર મૂકીને તવેથા વડે લોટને ઘસીને પાપડી પાડી લો.એને એકદમ ધીમા તાપે જ તળીને કડક થાય એટલે કિચન ટીશ્યુ પર કાઢી લો.આ રીતે બાકીના લોટની પણ પાપડી પાડી લો.
 5. જો પાપડીનો ઝારો ન હોય તો ચકલી બનાવવાના મશીન મા જે પટ્ટી પાડવાની પ્લેટ લાંબા કાપાવાળી હોય છે એનાથી પણ પાપડી બનાવી શકશો. તો સખીઓ તમે પણ જરુર ટ્રાય કરજો.એકદમ ફરસી સ્વાદિષ્ટ પાપડી તૈયાર છે...

My Tip:

લોટ ઢીલો લાગે તો થોડો ઉમેરી શકાય પણ એકદમ કડક ન બાંધવો.

Reviews for Papadi Ganthiya Recipe in Gujarati (0)