હોમ પેજ / રેસિપી / પાપડી ગાંઠિયા

Photo of Papadi Ganthiya by Bhavna Thaker at BetterButter
789
4
0.0(0)
0

પાપડી ગાંઠિયા

Nov-13-2018
Bhavna Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડી ગાંઠિયા રેસીપી વિશે

પ્રખ્યાત ગુજરાતી ફરસાણ.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • ગુજરાત
 • તળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ બેસન
 2. 1/4 કપ પાણી (60 ml aprox)
 3. 30 મિલિ. તેલ (aprox)
 4. 1/2 ટી સ્પૂન મીઠુ
 5. 1/4 ટી સ્પૂન હીંગ
 6. 1/4 ટી સ્પૂન પાપડખાર
 7. 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
 8. 1/2 લીટર તેલ તળવા માટે.
 9. એક ચપટી હળદર.

સૂચનાઓ

 1. ગેસ એકદમ ધીમી આંચ પર ચાલુ કરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો.હવે તેલ ગરમ થાય ત્યા સુધી મા લોટ તૈયાર કરી લો.
 2. સૌ પ્રથમ પા કપ,તેલ,પાણી,પાપડખાર,સોડા,મીઠુ અને હીંગ એક મોટા બાઉલમાં બ્લેન્ડર વડે મિક્સ કરો.હવે હળદર મિક્સ કરો .
 3. ત્યાર બાદ બેસન ઉમેરી એકદમ ફિણીને મિક્સ કરો.મિશ્રણ ઢીલુ લાગે તો હજુ થોડુ બેસન ઉમેરી ને થોડો કઠણ લચકા પડતો થાય એવો લોટ તૈયાર કરો.
 4. હવે પાપડી ના ઝારાને તેલની કડાઈ પર ગોઠવી ને થોડો લોટ ઝારા પર મૂકીને તવેથા વડે લોટને ઘસીને પાપડી પાડી લો.એને એકદમ ધીમા તાપે જ તળીને કડક થાય એટલે કિચન ટીશ્યુ પર કાઢી લો.આ રીતે બાકીના લોટની પણ પાપડી પાડી લો.
 5. જો પાપડીનો ઝારો ન હોય તો ચકલી બનાવવાના મશીન મા જે પટ્ટી પાડવાની પ્લેટ લાંબા કાપાવાળી હોય છે એનાથી પણ પાપડી બનાવી શકશો. તો સખીઓ તમે પણ જરુર ટ્રાય કરજો.એકદમ ફરસી સ્વાદિષ્ટ પાપડી તૈયાર છે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર